ETV Bharat / state

સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ - સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ મથકમાં ભાગીદારીના ધંધામાં એક પાર્ટનરે બીજા પાર્ટનર વિરુદ્ધ 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સેલવાસના દાદરા ખાતે આવેલી શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના એક પાર્ટનરે પોતાની બનાવટી સહી કરી બીજા પાર્ટનરે દગો કર્યાની ફરિયાદે પોલીસ તપાસ હાથ ધરાતા સહીના નમૂના પૃથક્કરણ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ચારેય પાર્ટનરના સહીના નમૂના ખોટા પડતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, સેલવાસ, દમણ
સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
author img

By

Published : Feb 8, 2020, 4:41 AM IST

દમણ: સેલવાસના દાદરા ખાતે શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. જેના મોહનલાલ કેશુરામ માલી, પ્રમીલા મોહનલાલ માલી, નિર્મલા રમેશ દોશી અને રિતેશ રમેશ દોશી ચાર પાર્ટનર હતા. ચારેયની અંદરોઅંદરની સમજૂતી બાદ બે પાર્ટનર નિર્મલા અને રિતેશ અલગ થયા હતા. જેઓના ભાગે ડુંગરાની મિલકત આવી હતી. જ્યારે મોહનલાલ અને તેમની પત્ની પ્રમિલા માલિના નામે શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવી હતી. તેમને 1.10 કરોડ રૂપિયા રિતેશ દોશીને આપવાના નીકળતા હતાં. જેમાંથી 35 લાખ રૂપિયા આપ્યા બાદ બચેલા 77 લાખ રૂપિયામાંથી 2 લાખ રૂપિયા આપી દીધા હોવાનું અને 75 લાખ રૂપિયા આપવા માટે જ્યારે બેન્કમાં લોન લેવા ગયા ત્યારે તેમના નામે પહેલેથી જ 48 લાખ રૂપિયાની લોન બોલતી હોવાનું જાણવા મળતા અને એ લોનમાં પોતાની અને પત્નીની સહી જોતા આ સહી તેમણે ન કરી હોવાનું જણાવી લોન તેમની જાણ બહાર રિતેશે લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે.

સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
જ્યારે આ અંગે રિતેશ દોશીનો સંપર્ક કરતા તેણે લોન લેતી વખતે સહી અંગે મોહનલાલ અને તેમની પત્નીની સહમતી હતી તેમ અને જે લોન લીધી હતી તે તેમની રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ માટે લીધી હતી તેમ જણાવ્યું હતું. આ લોન તેમણે ચૂકતે પણ કરી દીધી છે. પરંતુ તે બાદ મિલકતના જે ભાગલા પડ્યા તેમાં મોહન માલીએ 77 લાખ રૂપિયા આપવાના નીકળતા હતા જેમાં 2 લાખ આપ્યા બાદ 75 લાખના જે ચેક આપેલા તે બાઉન્સ થયા છે. જેનો કેસ વાપી કોર્ટમાં ચાલે છે. એટલે તેનાથી બચવા આ ખોટી ફરિયાદ કરી બદનામ કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું છે. આ સમગ્ર મામલે રીતેશના વકીલ સચિન કકકડે પણ જણાવ્યું હતું કે 75 લાખના ચેક બાઉન્સ થવાને લીધે આ ખોટી તથા ઉપજાવી કાઢેલી ફરિયાદ કરી છે.

પોલીસ પણ આ મુદ્દે આંતરિક જણાવી સંપૂર્ણ તપાસ કર્યા અગાઉ કાંઈ બોલવા તૈયાર નથી. જ્યારે બીજી તરફ ફરિયાદી મોહન માલી રિતેશ દોશી પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાની તેમજ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હોવાનું જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે જે રીતે મોહન માલીએ રિતેશ દોશી સામે ખોટી સહી કરી HDFC બેન્કમાંથી લોન લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે એવી જ ફરિયાદ રિતેશે મોહન માલી વિરુદ્ધ એકાદ વર્ષ પહેલાં કરી હતી. જેમાં મોહન માલીએ રિતેશની જાણ બહાર 1.05 કરોડની લોન PNB માંથી લીધી હતી. જેનો નિકાલ અંદરો-અંદરની સમજૂતી કરવામાં આવ્યો હતો.

Intro:Location :- સેલવાસ 

સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ મથકમાં 1.51 કરોડની ખોટી સહી કરી લોન લેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ફરિયાદ કરનારે જેની સામે ફરિયાદ કરી છે. તે અને ફરિયાદી બંને એક સમયે એક જ કંપનીના પાર્ટનર હતાં. મિલકતની ભાગીદારી કર્યા બાદ આપવાની થતી 75 લાખની રકમને લઈને અને બેંકની લોનને લઈને આ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ખોટી સહી ના પૃથક્કરણ માટે FSL માં મોકલેલ ચારેય પાર્ટનરના સહિના નમૂના ખોટા પડતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે.

Body:સેલવાસ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સેલવાસના દાદરા ખાતે શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. અને વાપીના ડુંગરા વિસ્તારમાં એજ નામના 2 કોમ્પ્લેક્ષ આવેલા છે. જેના મોહનલાલ કેશુરામ માલી, પ્રમીલા મોહનલાલ માલી, નિર્મલા રમેશ દોશી અને રિતેશ રમેશ દોશી ચાર પાર્ટનર હતા. જેઓની આપસી સમજૂતી બાદ 14 -8-2018 ના દિને બે પાર્ટનર નિર્મલા અને રિતેશ અલગ થયા હતા. જેઓના ભાગે ડુંગરાની મિલકત આવી હતી. જ્યારે મોહનલાલ અને તેમની પત્ની પ્રમિલા માલિના નામે શ્રી નકોડા એન્ટરપ્રાઇઝ નામની કંપની આવી હતી. એ ઉપરાંત તેમણે 1.10 કરોડ રૂપિયા રિતેશ દોશીને આપવાના નીકળતા હતાં. જેમાંથી 35 લાખ આપ્યા બાદ બચેલા 77 લાખમાંથી 2 લાખ આપી દીધા હોવાનું અને 75 લાખ આપવા માટે જ્યારે બેંકમાં લોન લેવા ગયા ત્યારે તેમના નામે 48 લાખની લોન બોલતી હોવાનું જાણતા અને એ લોનમાં પોતાની અને પત્નીની સહી જોતા આ સહી તેમણે કરી ના હોવાનું જણાવી બેન્કમાંથી જે કુલ 1.51 કરોડની લોન લેવામાં આવી છે તે લોન તેમની જાણ બહાર રીતેશે લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે આ અંગે રિતેશ દોશીનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે તેણે એ લોન લીધી હતી. ત્યારે મોહનલાલ અને તેમની પત્નીની સહમતી હતી. જે લોન લીધી હતી. તે તેમની રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ માટે લીધી હતી. તે માટે તેમના પિતાની FD અને અન્ય મિલકત મોર્ગેઝ તરીકે મૂકી હતી. જે લોન તેમણે ચૂકતે પણ કરી દીધી છે. પરંતુ તે બાદ મિલકતના જે ભાગલા પડ્યા છે. તેમાં મોહન માલીએ 77 લાખ રૂપિયા આપવાના નીકળતા હતા જેમાં 2 લાખ આપ્યા બાદ 75 લાખના જે ચેક આપેલા તે બાઉન્સ થયા છે. જેનો કેસ વાપી કોર્ટમાં ચાલે છે. એટલે તેનાથી બચવા આ ખોટી ફરિયાદ કરી બદનામ કરવામાં આવી રહ્યા છે. 

સમગ્ર મામલે રીતેશના વકીલ સચિન કકકડે પણ આ મામલે જણાવ્યું હતું કે બને પરિવારો વચ્ચે જ્યારે સંબંધો સારા હતા ત્યારે, ગેરેન્ટર તરીકે બન્ને જણાએ સહી કરેલ છે. 75 લાખ ના ચેક પરત ફર્યા બાદ આ ખોટી તથા ઉપજાવી કાઢેલી ફરિયાદ કરી છે. 

રિતેશ રમેશ દોશી, નિર્મલા રમેશ દોશી અને એમની પાર્ટનર તરીકે દર્શાવવામા આવેલ પત્ની પલક રિતેશ દોશી વિરુધ્ધ મોહન માલી અને તેમના પુત્ર નીરજ મેવાડાએ સેલવાસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં પલક દોશી પાર્ટનર છે જ નહીં તે રિતેશની પત્ની છે અને ગેરેન્ટર તરીકે તેના નામનો ઉલ્લેખ છે. એવું રીતેશ નું કહેવું છે.

તો, સેલવાસ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અંગે પોલીસ પણ આ મામલો આંતરિક લડાઈનો હોવાનું માની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવાનું કહી હાલ આ મામલે કશું જ બોલવા તૈયાર નથી. આ તરફ ફરિયાદી મોહન માલી અને જેની સામે ફરિયાદ કરી છે તે રિતેશ દોશી પોલીસ ને સંપૂર્ણ સહયોગ આપવાની તેમજ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હોવાનું જણાવી રહ્યા છે.

Conclusion:ઉલ્લેખનિય છે કે જે રીતે મોહન માલીએ રિતેશ દોશી સામે ખોટી સહિ કરી HDFC બેન્કમાંથી લોન લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે એવી જ ફરિયાદ રીતેશે મોહન માલી વિરુદ્ધ એકાદ વર્ષ પહેલાં કરી હતી. જેમાં મોહન માલીએ રિતેશની જાણ બહાર 1.05 કરોડની લોન PNB માંથી લીધી હતી. જે કેસનો તે બાદ આપસી સમજુતીથી નિકાલ આવ્યો હતો. એટલે બંને તરફના અગાઉના કેસ જોતા પોલીસ આ કેસમાં પણ આપસની લડાઈ હોય આપસમાં જ સમજૂતી થાય તે મુજબ ધીરજના ફળ મીઠા એ કહેવતને અનુસરી રહી છે. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.