ETV Bharat / state

પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇની પ્રતિમા સાથેના સર્કલને ખુલ્લું મૂકી શ્રદ્ધાંજલિ અપાઈ - Daman news

GIDCમાં મોરારજી સર્કલ ખાતે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગપતિઓ, ધારાસભ્ય કનુ દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વાપી GIDCનો પાયો નાખનાર વલસાડના પનોતા પુત્ર પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇની પ્રતિમા સાથેના સર્કલને ખુલ્લું મૂકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇની પ્રતિમા સાથેના સર્કલને ખુલ્લું મૂકી શ્રદ્ધાંજલિ અપાઈ

author img

By

Published : Feb 29, 2020, 9:22 PM IST

Updated : Feb 29, 2020, 9:55 PM IST

દમણઃ વાપી GIDCની સ્થાપના કરનાર અને ગુજરાતને ઔદ્યોગિક રાજ્ય બનાવવામાં મહામૂલ્ય યોગદાન આપનાર પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈની 29મી ફેબ્રુઆરીએ 125 જન્મ જયંતિ હતી. આ દિવસને ધ્યાને રાખી વાપીમાં મોરારજી સર્કલ ખાતે સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમા સાથેના સર્કલનું અનાવરણ કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

મોરારજી સર્કલ ખાતે સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમાનું પૂન:અનાવરણ કરવા આવેલા પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ પોતાની કારકીર્દી એક સનદી અધિકારી તરીકે શરૂ કરી હતી. જે બાદ તેઓ રાજકીય ક્ષેત્રે વડાપ્રધાન સુધી પહોંચ્યા હતા. તેઓ વલસાડના પનોતા પુત્ર હતા અને તેમને ભારત સરકારે ભારત રત્નનો ખિતાબ તેમજ પાકિસ્તાન સરકારે નિશાન-એ-પાકિસ્તાનનો ખિતાબ એનાયત કર્યો હતો. તેમના જીવન મૂલ્યોમાંથી લોકોને અનેક પ્રેરણા મળી છે.

પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇની પ્રતિમા સાથેના સર્કલને ખુલ્લું મૂકી શ્રદ્ધાંજલિ અપાઈ
એ જ રીતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈએ વાપીમાં પાયો નાખ્યો હતો. ગુજરાતમાં GIDC નિર્માણનું તેમનું સપનું હતું. તે સપનું તેમણે સાકાર કર્યું હતું. તેમના જન્મદિવસે આ પ્રતિમાનું પૂન:અનાવરણ કરી ઉદ્યોગપતિઓ દ્વારા સ્વ. મોરારજી દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરારજીભાઈ દેસાઈએ લીધેલા નિર્ણયમાં તેઓ જ્યારે નાણાં મંત્રી હતા, ત્યારે ગુજરાતના વાપીમાં GIDC લાવેલા અને તે બાદ ગુજરાતમાં ઉદ્યોગોનો પાયો નખાયો હતો. તેવો કલેક્ટર પદે પણ રહી ચૂક્યા હતા અને તે બાદ રાજકીય ક્ષેત્રે જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ એક કુશળ વહીવટકર્તા અને રાજકારણી હતા આજે તેમની મૂર્તિનું પુન:અનાવરણ કરી 125 મી જન્મ જયંતીએ હર્ષની લાગણી અનુભવીએ છીએ.

વાપી GIDCનો પાયો નાખનાર પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈએ સર્કલ ખાતેથી વાપી GIDCનું ભૂમિ પૂજન કર્યું હતું. જે બાદ તેમની યાદમાં સર્કલ બનાવવામાં આવ્યું હતું. જેમાં ટ્રફિકની સમસ્યાં પડતી હોવાથી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા CSR ફંડ હેઠળ દસ લાખ રૂપિયાના ખર્ચે નવું સર્કલ બનાવવામાં આવ્યું છે અને તે સર્કલમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

Last Updated : Feb 29, 2020, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.