વાપી : વાપી દમણની સરહદે આવેલા તરકપાલડી ગામે અવાવરું જગ્યામાંથી એક મહિલાની કારમાં (Burned Car at Vapi Daman Border) સળગેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક અનુમાને આ મૃતદેહ દમણ સરકારી નર્સિંગ કોલેજની 6 દિવસથી ગુમ મહિલા પ્રિન્સિપાલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, સેલવાસ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Fire in wooden godown: વાપીમાં લાકડાના ગોડાઉનમાં મોટી આગ, ઇન્શ્યોરન્સ કંપનીએ તપાસ શરુ કરી
મૃતદેહ અને કાર સળગેલી હાલતમાં મળી
મળતી માહિતી મુજબ આ મૃતદેહ દમણની નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી અને 28 મી ફેબ્રુઆરીથી ગુમ મહિલા પ્રિન્સીપાલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ સેલવાસમાં રહેતા અને દમણની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ (Principal of Daman Nursing College) તરીકે ફરજ બજાવતા કનીમોઝી અરુમુઘમ 28મી ફેબ્રુઆરીએ સેલવાસથી દમણની સરકારી નર્સિંગ કોલેજમાં જવા નીકળ્યા બાદ કોલેજ પહોંચ્યા ન હતા. જે ગુમ થયાની તેમના પતિ મનીમરન સી.એ. સેલવાસ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
વાપી-દમણ-સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનામાં સેલવાસ પોલીસે એક શકમંદની અટકાયત પણ કરી છે. તેની પૂછપરછ બાદ હકીકત સામે આવી શકે છે. આ ઉપરાંત પોલીસે FSL ની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ સંપૂર્ણ હકીકત (Corpse in a Car at Valsad Border) બહાર આવશે. હાલમાં આ મૃતદેહ મહિલા (Selvas Police) પ્રિન્સિપાલની છે કે નહીં તેની હજુ કોઈ પુષ્ટિ થઇ નથી.