ETV Bharat / state

BJP Meeting in Daman : દમણમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ક્ષેત્રીય પંચાયત રાજ પરિષદમાં આપ્યું મહત્વનું માર્ગદર્શન

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભાજપ દ્વારા 6 રાજ્યોની જિલ્લા પંચાયતના અધ્યક્ષ, ઉપાધ્યક્ષો માટે ક્ષેત્રીય પંચાયત રાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન જોડાઈને વિવિધ વિષયો પર મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

BJP Meeting in Daman : દમણમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ક્ષેત્રીય પંચાયત રાજ પરિષદમાં આપ્યું મહત્વનું માર્ગદર્શન
BJP Meeting in Daman : દમણમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ક્ષેત્રીય પંચાયત રાજ પરિષદમાં આપ્યું મહત્વનું માર્ગદર્શન
author img

By

Published : Aug 18, 2023, 9:16 PM IST

મહત્વનું માર્ગદર્શન અપાયું

દમણ : દમણના મીરસોલ રિસોર્ટમાં ભાજપના 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને દાદરા નગર હવેલી દમણ દીવની જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને વિશેષ માર્ગદર્શન આપવા ક્ષેત્રીય પંચાયત રાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે અને ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીએ મહત્વનું સંબોધન કર્યું હતું.

ભાજપ પાર્ટીમાં પ્રશિક્ષણ, પ્રબોધન અને કાર્યકર્તાઓના વિકાસને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જે અંતર્ગત ભાજપની પુરા દેશમાં જેટલી જિલ્લા પંચાયત છે. તેના પ્રમુખ ઉપપ્રમુખ માટે છેલ્લા 20 દિવસથી પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ પરિષદ ઉત્તર ભારતના રાજ્યોમાં, બીજી પૂર્વ ભારતના રાજ્યોમાં અને આ ત્રીજી પશ્ચિમ-દક્ષિણ રાજ્યો માટે દમણ ખાતે યોજાય છે...ડો. વિનય સહસ્ત્રબુદ્ધે(અધ્યક્ષ, ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન જોડાયાં આ ક્ષેત્રીય પંચાયત રાજ પરિષદમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ દીવ, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યના જિલ્લા પંચાયતના 135 પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન ભાષણથી પરિષદનો શુભારંભ કરી રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તમામ પદાધિકારીઓ ને સરકારી યોજનાઓ, વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી છે. પંચાયતી રાજના માધ્યમથી સરકારી યોજનાઓને ગ્રામીણ ભારતમાં લઈ જવા અંગેની ભૂમિકા, પાર્ટીની વિચારધારા, ગ્રામીણ વિકાસની વિચારધારા, દરેક પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખને મૂંઝવતી સમસ્યાઓ અને તેના સમાધાન અંગે તેમજ તેના વિકાસ અંગે જે સમસ્યાઓ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

6 રાજ્યના પ્રતિનિધિઓ હાજર
6 રાજ્યના પ્રતિનિધિઓ હાજર

વડાપ્રધાને પરિષદના ઉદેશ્ય સ્પષ્ટ કર્યો : પરિષદમાં વર્ચ્યુઅલી જોડાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત તમામને સંબોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને વિશેષ મહત્વ આપી કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે. વિકસિત દેશોની જેમ દેશ વિકસિત થાય, દરેક જિલ્લા પંચાયત પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી સમન્વય જાળવે. સરકારી યોજનાઓને પરિપૂર્ણ કરવા કટિબદ્ધ બને. જીએસટીને પ્રોત્સાહન આપે. વન ડીસ્ટ્રીક વન પ્રોડક્ટ, રૂફટોપ સોલાર પેનલ, અક્ષય ઉર્જા અંગે લોકોને જાગૃત કરે, રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને વધુમાં વધુ તક પુરી પાડે. વિવિધ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપે, ખેડૂત સમૃદ્ધિ યોજનાઓ દ્વારા તેમનો વિકાસ કરે તેવો ઉદ્દેશ આ પરિષદનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.

લોકાભિમુખ કામ કરવા પરિષદમાં ચર્ચા : પરિષદમાં ઉપસ્થિત ગ્રામીણ વિકાસમંત્રી તોમર, જળ શક્તિ મંત્રાલયના ગજેન્દ્રસિંહ શેખાવત, મત્સ્ય વ્યવસાય અને પશુપાલનના સહિતના મંત્રીઓ, નેતાઓએ દરેક જિલ્લાસ્તરે લોકાભિમુખ કામ કરવા પરિષદમાં ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. પંચાયતોને મજબૂત કરવા અને તેને પરિપૂર્ણ કરવા વિશેષ જાણકારી આપી હતી. આ બે દિવસે કાર્યક્રમમાં આવતીકાલે 19મી ઓગસ્ટના કપિલ મોરેશ્વર પાટીલ સહિતના બીજા મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. જે બાદ રાષ્ટ્રીય મહામંત્રી સંગઠનના બી. એલ. સંતોષની ઉપસ્થિતિમાં તેનું સમાપન કરવામાં આવશે.

  1. Surat News : પીએમ મોદીની સુરત મુલાકાત પહેલાં ભાજપ અધ્યક્ષ પાટીલે લીધો 'વિકાસ'નો ક્લાસ
  2. G20 Meeting : આરોગ્ય G20 બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન, વિશ્વને આયુર્વેદિક દવાઓની જાણકારી અપાશે
  3. J P Nadda Visit Vadodara: PM મોદી દેશને વંશવાદમાંથી બહાર કાઢી વિકાસ તરફ લઈ ગયા - જે પી નડ્ડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.