ETV Bharat / state

દમણ: ભાજપના લાલુ પટેલે મગરવાડામાં કર્યો ચૂંટણી પ્રચાર - DDH

દમણ : લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર લાલુ પટેલે દમણના મગરવાડા ગામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ તકે ગામના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લાલુ પટેલનું સ્વાગત કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 1:36 AM IST

દમણ દીવના સાંસદ લાલુ પટેલ જેને દમણની જનતા 108 નંબરની સેવાથી ઓળખે છે. લાલુએ મગરવાડામાં ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. લાલુએ પોતાના પ્રચાર દરમિયાન મોદી સરકારમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાને આ વિસ્તારને 150 બેઠકની મેડિકલ કોલેજ આપી છે. ચૂંટણી પ્રચારમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ ગોપાલ ટંડેલ, વાસુ પટેલ, વિશાલ ટંડેલે પણ સંબોધન કર્યું હતું. અસ્પી દમણિયા, વિજય સરપંચ, નગીન કાબરીયા સહિતના ભાજપના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

BJP
DMN

Slug :- ભાજપે દમણના મગરવાડામાં કર્યો ચૂંટણી પ્રચાર

Location :- દમણ

દમણ :- લોકસભા ચૂંટણીને લઈને દમણ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દમણના મગરવાડા ગામમાં પહોંચી ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે ગામના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાલુભાઈનું સ્વાગત કર્યું હતું.

દમણ દિવના સાંસદ લાલુભાઈ પટેલ કે જેને દમણની જનતા 108 નંબરની સેવાથી ઓળખે છે. તેવા દરેક કામમાં તત્કાલ હાજરી પુરાવતા લાલુભાઈએ મગરવાડામાં ભાજપના કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમ્યાન ગામના લોકોએ એકચિત્તે લાલુભાઈને સાંભળ્યા હતા.

લાલુભાઈએ પોતાના પ્રચાર દરમ્યાન મોદી સરકારમાં થયેલા વિકાસની વાત કહી હતી.   અને પ્રધાનમંત્રી પોતે આ નાનકડા પ્રદેશના વિકાસમાં રસરૂચી દાખવતા હોવાનું જણાવ્યું હતું. એ સાથે લાલુભાઈએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં ચાર વખત પધારી 150 સિટની મેડિકલ કોલેજ આપી છે.  ત્યારે કોઈપણ લોભ લાલચમાં આવ્યા વિના કે ખોટા વાયદામાં આવ્યા વિના કમળના નિશાન પર બટન દબાવી ભાજપને વોટ આપી લાલુભાઈને પ્રચંડ બહુમતીથી વિજય બનાવજો.

 આ ચૂંટણી પ્રચારમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ ગોપાલ ટંડેલ, વાસુ પટેલ, વિશાલ ટંડેલે પણ પોતાનું સંબોધન કર્યું હતું. વિશેષ ઉપસ્થિતિમાં અસ્પી દમણિયા, વિજય સરપંચ, નગીન કાબરીયા સહિતના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Photo spot
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.