એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ દાદરા નગર હવેલી વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો વિસ્તાર હોવા છતાં દમણના કાર્યકરને અધ્યક્ષ બનાવ્યા છે. જે આ આદિવાસી વિસ્તારને અન્યાય કર્યો ગણાય છે. સાંસદ પણ દમણના અને અધ્યક્ષ પણ દમણના તો દાદરા નગર હવેલીના નિષ્ઠાવાન કાર્યકરોનું શું? તેવા સવાલો ઉઠાવ્યા હતાં. તેમજ સમર્થકોએ સંદીપ પાત્રા સામે જ નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સમર્થકોએ મચાવેલ હોબાળા દરમિયાન નટુભાઈએ તમામ કાર્યકરોને શાંતિ જાળવવા અને કાર્યાલય છોડી બહાર જવા અનુરોધ કર્યો હતો. જો કે, તેમ છતાં ભાજપ કાર્યાલય ખાતે જ દાદરા નગર હવેલીના નટુભાઇએ સમર્થકોમાં વ્યાપેલો આક્રોશ અને નારાજગી છતી થઈ હતી. જે આગામી દિવસોમાં વિરોધના સૂર તરીકે ફૂટી નીકળશે. તેવા એંધાણ આપ્યા હતાં.