ETV Bharat / state

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે કેરળથી કેવડિયા જતા CISFના 17 જવાનોની સાઈકલ રેલીનું વાપીથી પ્રસ્થાન - વલસાડ જિલ્લા કેલક્ટર ક્ષિપા અગ્રે

કેરળ રાજ્યના તિરુવનંતપૂરમથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા નીકળેલા CISFના 17 સાયકલ સવાર જવાનોને રવિવારે વાપીના સર્કિટ હાઉસ ખાતેથી વલસાડ જિલ્લા કેલક્ટર અને વહીવટી તંત્રએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સાયકલ સવાર જવાનો કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીના દિવસે આયોજિત એકતા રેલી દિવસમાં ભાગ લેવા તેમ જ દેશમાં એકતાનો સંદેશ ફેલાવવા કેરળથી 29 સપ્ટેમ્બરે નીકળ્યા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે કેરળથી કેવડિયા જતા CISFના 17 જવાનોની સાઈકલ રેલીનું વાપીથી પ્રસ્થાન

author img

By

Published : Oct 25, 2021, 4:13 PM IST

  • વાપીમાં CISFના 17 જવાનોની સાઈકલ રેલીનું કરાયું ફ્લેગઓફ
  • CISFના જવાનો કેરળથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા નીકળ્યા છે
  • રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલા CISFના જવાનોની રેલીનું વાપીથી પ્રસ્થાન કરાયું

વાપીઃ દેશમાં એકતાનો સંદેશ ફેલાવવા તેમ જ આઝાદીના અમૃત મહોત્સવની (Azadi Amrut Mahotsav) ઉજવણીના ભાગરૂપે CISFના જવાનોની સાયકલ રેલીને (Cycle Rally) વાપીમાં ફ્લેગઈન અને ફ્લેગઓફ અપાયું હતું. આ જવાનો કેરળ, ગોવા, મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં વાપી ખાતે આવ્યા હતા. અહીંથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity, Kevadiya) જવા રવાના થયા હતા.

CISFના જવાનો કેરળથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા નીકળ્યા છે

CISFના 17 સાઈકલસવાર જવાનો વાપી પહોંચ્યા

કેરળ રાજ્યના તિરુવનંતપૂરમથી (Thiruvananthapuram in the state of Kerala) કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity, Kevadiya) જવા નીકળેલા CISFના 17 સાયકલસવાર જવાનોને શનિવારે વાપી પહોંચ્યા હતા. અહીના સર્કિટ હાઉસમાં કેબિનેટ પ્રધાન કનુ દેસાઈના હસ્તે આ રેલીને ફ્લેગ ઈન અપાયું હતું. ત્યારબાદ બીજા દિવસે રવિવારે વલસાડ જિલ્લા કેલક્ટર ક્ષિપા અગ્રે અને વહીવટી તંત્રએ ફ્લેગઓફ આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

વાપીમાં CISFના 17 જવાનોની સાઈકલ રેલીનું કરાયું ફ્લેગઓફ

રાજ્યના એકતા જળવાઈ રહે તે હેતુથી રેલીનું આયોજન

આ ફ્લેગ ઈન અને ફ્લેગ ઓફ સેરેમની અંગે CISF યુનિટ કવાસ-સુરતના ડેપ્યુટી કમાન્ડન્ટ અનિલ કુમારે જણાવ્યું હતું કે, દેશના દરિયાકાંઠાના રાજ્યમાં એકતા જળવાઈ રહે, લોકો સરદાર વલ્લભભાઈ પટેલના આઝાદીના યોગદાનને જાણે તેવા ઉદેશ સાથે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે કેરળના તિરુવનંતપુરમથી આ 17 સાયકલસવાર 29 સપ્ટેમ્બરે નીકળ્યા હતા.

આ પણ વાંચો- વડોદરા પોલીસે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ યોજેલી Cycle Rallyમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ સાઈકલ ચલાવી

કેબિનેટ પ્રધાને રેલીને ફ્લેગ ઈન આપ્યું તો વલસાડ કલેકટરે ફ્લેગ ઓફ આપ્યું

કેરળથી ગોવા, મહારાષ્ટ્ર થઈ સાયકલસવારો શનિવારે ગુજરાતના વાપીમાં પ્રવેશ્યા હતાં. વાપીના સર્કિટ હાઉસ ખાતે તેમનો ફ્લેગ ઈન અને ફ્લેગ ઓફ એમ 2 દિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો રવિવારે વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ તમામ સાયકલસવારોને કેવડિયા તરફ પ્રસ્થાન કરાવવા ફ્લેગ ઓફ અપાયું હતું.

આ પણ વાંચો- સુરત શહેરે મેળવી વધુ એક સિદ્ધિ, સાઈકલ ફોર ચેન્જ ચેલેન્જ અંતર્ગત સુરતની પસંદગી, 1 કરોડ રૂપિયાનું મળશે ઈનામ

દેશમાં એકતાની સંદેશ આપવાનો ઉદ્દેશ

આ કાર્યક્રમનો ઉદ્દેશ 31 ઓક્ટોબરે કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાનો અને સરદાર વલ્લભભાઈ પટેલનું આઝાદીની લડતમાં આપેલા યોગદાનને જાણી દેશમાં એકતાનો સંદેશ આપવાનો છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલા CISFના જવાનોની રેલીનું વાપીથી પ્રસ્થાન કરાયું

26 ઓક્ટોબરે આ સાયકલ સવાર જવાનો કેવડિયા પહોંચશે

વાપીમાં આવેલા આ તમામ સાયકલસવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાયકલસવારો સાથે CISFની વિશેષ ટૂકડી પણ કેરળથી કેવડિયા સુધી તેમને કોઈ અડચણ ના પડે, તેમનો સરસમાન સચવાઈ રહે તે માટે સાથે હતી. પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર, વાપીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવસારીમાં રાત્રિ મુકામ કરી 2,000થી વધુનો સાયકલ પ્રવાસ કરી 26 ઓક્ટોબરે આ સાયકલ સવાર જવાનો કેવડિયા પહોંચશે અને 31 ઓક્ટોબરના સરદાર પટેલની જન્મજયંતીના દિવસે આયોજિત એકતા રેલીમાં ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.