ETV Bharat / state

દમણમાં રવિકિશન, સભામાં ઉમેદવારના ભાઇનું કપાયું ખિસ્સુ

દમણઃ દમણમાં લોકસભા સીટના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને પોતાના ભાઈ માની ચૂંટણી પ્રચાર કરવા આવેલા ભોજપુરી સુપર સ્ટાર રવિ કિશનની સભામાં હકડે ઠઠ ભીડ વચ્ચે ભોજપુરીમાં લાલુભાઈને જીતાડવા રવિ કિશને ઉત્તર ભારતીય સમાજના લોકોને આહવાન કર્યું હતું. રવિ કિશને ભોજપુરી અંદાજમાં કોંગ્રેસ પર ચાબખા માર્યા હતાં. ત્યારે રવિ કિશનની સભામાં કેટલાક ચોર ટાબરીયાઓએ કેટલાકના ખિસ્સા કાપ્યા હતા. જેમાં ઉમેદવાર લાલુભાઈના ભાઈના જ 20 હજાર રૂપિયા ચોરી થાય હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 21, 2019, 5:49 PM IST

દમણના કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શનિવારે ભોજપુરી સુપર સ્ટાર રવિ કિશનની જાહેર સભાનું આયોજન કરાયું હતું. નિયત સમયથી બે કલાક મોડી શરૂ થયેલ સભામાં રવિ કિશને ઉપસ્થિત ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને લાલુભાઈને વોટ આપી નરેન્દ્ર મોદીને જીતાડવા આહવાન કર્યું હતું. રવિ કિશને જણાવ્યું હતું કે, મોદી એક ગરીબ પરિવારમાંથી આવે છે. જેમ ગરીબ ઉત્તર ભારતીયો લીટી ચોખા ખાઈને જીવન વિતાવે છે. તેમ મોદીએ દાળ રોટી ખાઈને જીવન ગુજાર્યું છે. જ્યારે વિરોધી પાર્ટી પીઝા બર્ગર અને કટલેસ ખાવાવાળી પાર્ટી છે.

ભાઈના પ્રચાર માટે ભોજપુરી સુપર સ્ટાર રવિ કિશન પહોચ્યા દમણ

વિરોધી પાર્ટી પર પ્રહાર કરતા રવિ કિશને ભોજપુરી ભાષામાં જણાવ્યું હતું કે, તેમની જિંદગી ઝંડવા હે ફિર ભી ઘમંડવા હૈ, દમણમાં તે પોતાનો પ્રચાર છોડી પોતાના ભાઈ માનેલા લાલુભાઈનો પ્રચાર કરવા આવ્યા છે. એમને જીતાડજો મોદીજીને ખાતર પણ જીતાડજો એવું આહવાન રવિ કિશને કર્યું હતું. ભોજોપૂરી અંદાજમાં ગીતો ગાઈ મોદીના વખાણ કર્યા હતા, અને કોંગ્રેસ ગઠબંધન પર ફ્લોપ શોના ચાબખા માર્યા હતા.

દમણના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ પોતે ઉત્તર ભારતીય સમાજ માટે હોસ્પિટલ સહિતના અનેક સેવાના કાર્યો કર્યા હોવાનું અને દમણના ઉદ્યોગો આ મહેનતુ પ્રજાના કારણે જ ટક્યા હોવાનું જણાવી તેમની ઇમાનદારીના વખાણ કર્યા હતા. લાલુભાઈએ પોતાને મત આપી દેશમાં નરેન્દ્ર મોદીની સરકારને મજબૂત બનાવવા અપીલ કરી હતી.

જો કે, રવિ કિશનની આ જાહેર સભામાં કેટલાક ચોરે પણ પોતાની કળા અજમાવી હતી. અને ટ્રેનિંગ પામેલા ટાબરીયાઓએ કેટલાકના ખિસ્સામાંથી પાર્સ સાહિત રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં લાલુભાઈના ભાઈનું પણ ખિસ્સું કપાયું હતું અને કોઈ ટાબરીયાએ 20 હજાર રૂપિયા ચોરી કરી લીધા હતા.

કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અયોજિત ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. અને હર હર મોદી, હર હર મહાદેવના નારા લગાવ્યા હતાં. રવિ કિશનને જોવા અને તેની સાથે સેલ્ફી ખેંચવા પડાપડી કરી હતી. જાહેર સભામાં દમણના ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલ, પ્રભારી રઘુનાથ કુલકર્ણી સહિત દમણના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:દમણ :- દમણમાં લોકસભા સીટના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને પોતાના ભાઈ માની ચૂંટણી પ્રચાર કરવા આવેલા ભોજપુરી સુપર સ્ટાર રવિ કિશનની સભામાં હકડે ઠઠ ભીડ વચ્ચે ભોજપુરીમાં લાલુભાઈને જીતાડવા રવિ કિશને ઉત્તર ભારતીય સમાજના લોકોને આહવાન કર્યું હતુઁ. રવિ કિશને ભોજપુરી અંદાજમાં કોંગ્રેસ પર ચાબખા માર્યા હતાં. ત્યારે રવિ કિશનની સભામાં કેટલાક ચોર ટાબરીયાઓએ કેટલાકના ખિસ્સા કાપ્યા હતા. જેમાં ઉમેદવાર લાલુભાઈના ભાઈના જ 20 હજાર રૂપિયા ચોરી થાય હતા.

Body:દમણના કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શનિવારે ભોજપુરી સુપર સ્ટાર રવિ કિશનની જાહેર સભાનું આયોજન કરાયું હતું. નિયત સમયથી બે કલાક મોડી શરૂ થયેલ સભામાં રવિ કિશને ઉપસ્થિત ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને લાલુભાઈને વોટ આપી નરેન્દ્ર મોદીને જીતાડવા આહવાન કર્યું હતું. રવિ કિશને જણાવ્યું હતું કે મોદી એક ગરીબ પરિવારમાંથી આવે છે. જેમ ગરીબ ઉત્તર ભારતીયો લીટી ચોખા ખાઈને જીવન વિતાવે છે. તેમ મોદીએ દાળ રોટી ખાઈને જીવન ગુજાર્યું છે. જ્યારે વિરોધી પાર્ટી પીઝા બર્ગર અને કટલેસ ખાવાવાળી પાર્ટી છે.

વિરોધી પાર્ટી પર પ્રહાર કરતા રવિ કિશને ભોજપુરી ભાષામાં જણાવ્યું હતું કે, તેમની જિંદગી ઝંડવા હે ફિર ભી ઘમંડવા હૈ, દમણમાં તે પોતાનો પ્રચાર છોડી પોતાના ભાઈ માનેલા લાલુભાઈનો પ્રચાર કરવા આવ્યા છે. એમને જીતાડજો મોદીજીને ખાતર પણ જીતાડજો એવું આહવાન રવિ કિશને કર્યું હતું. ભોજોપૂરી અંદાજમાં ગીતો ગાઈ મોદીના વખાણ કર્યા હતા અને કોંગ્રેસ ગઠબંધન પર ફ્લોપ શોના ચાબખા માર્યા હતા.

દમણના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ પોતે ઉત્તર ભારતીય સમાજ માટે હોસ્પિટલ સહિતના અનેક સેવા ના કાર્યો કર્યા હોવાનું અને દમણના ઉદ્યોગો આ મહેનતુ પ્રજાના કારણે જ ટક્યા હોવાનું જણાવી તેમની ઇમાનદારીના વખાણ કર્યા હતા. લાલુભાઈએ પોતાને મત આપી દેશમાં નરેન્દ્ર મોદીની સરકારને મજબૂત બનાવવા અપીલ કરી હતી.

જો કે, રવિ કિશનની આ જાહેર સભામાં કેટલાક ચોરે પણ પોતાની કળા અજમાવી હતી. અને ટ્રેનિંગ પામેલા ટાબરીયાઓએ કેટલાકના ખિસ્સામાંથી પાર્સ સાહિત રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં લાલુભાઈના ભાઈનું પણ ખિસ્સું કપાયું હતું અને કોઈ ટાબરીયાએ 20 હજાર રૂપિયા ચોરી કરી લીધા હતા.

Conclusion:કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અયોજિત ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. અને હર હર મોદી, હર હર મહાદેવના નારા લગાવ્યા હતાં. રવિ કિશનને જોવા અને તેની સાથે સેલ્ફી ખેંચવા પડાપડી કરી હતી. જાહેર સભામાં દમણના ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલ, પ્રભારી રઘુનાથ કુલકર્ણી સહિત દમણના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાષણ :- રવિ કિશન અને ઉમેદવાર લાલુભાઈ પટેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.