ETV Bharat / state

દમણમાં પ્રવાસીઓ માટે બીચ વોટર સ્પોર્ટસનો કરાયો શુભારંભ - દમણ ન્યૂઝ

દમણઃ સંઘપ્રદેશ દમણમાં દરિયા કિનારે આવતા પ્રવાસીઓ બીચ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકે તે માટે વોટર સ્પોટર્સ એક્ટિવિટીનો શુભારંભ કરાયો હતો. મોટી દમણ લાઈટ હાઉસ અને જામપોર બીચ સહિત દીવ, દાદરા નગર હવેલી તેમ મળી કુલ 9 સ્થળોએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના આયોજન સાથે પ્રશાસક પ્રફુલ પટેલે જાણકારી આપી હતી.

બીચ વોટર સ્પોર્ટસનો કરાયો શુભારંભ
author img

By

Published : Oct 19, 2019, 9:24 AM IST

દમણ પ્રવાસન વિભાગ અને પ્રશાસન દ્વારા સંઘપ્રદેશ મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દમણમાં આવતા પ્રવાસીઓ દરિયા કિનારે વિવિધ પ્રવૃતિઓની મજા માણી શકે તે માટે ગોવાની તર્જ પર રમતગમતની પ્રવૃત્તિ ઉભી કરવામાં આવી છે. આ બીચ પર જેટ સ્કીઝ, બનાના રાઈડીંગ, પેરા સેઇલિંગ, પેડલ બોટિંગ, રોઇંગ, કેકિંગ અને મોટર બોટિંગ જેવી આકર્ષક રાઈટ્સ પણ ઉમેરી છે.

બીચ વોટર સ્પોર્ટસનો કરાયો શુભારંભ
વોટર એક્ટિવિટીનો શુભારંભ કરતા પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, "વહીવટીતંત્ર દ્વારા મોટી દમણમાં જામપોર અને લાઇટ હાઉસ બીચ પર લેઝર વોટર સ્પોર્ટ્સ વિકસાવવાના નિર્ણય સાથે દીવના ઘોઘલા બંદરના 2 સ્થળો પર, નાગવા બીચના 3 સ્થળો પર અને દાદરા નગર હવેલીના દૂધની ખાતે એમ કુલ 9 સ્થળો પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક્ટિવિટી માટે બે એજન્સીઓને નીંમણુક કરી છે. જેમાં પ્રવાસીઓની સુરક્ષાના સંદર્ભમાં પગલાં લેવાશે. આ ઉપરાંત પ્રવાસીઓને પ્રવાસન દરમિયાન અનુકૂળ વાતાવરણ આપવાના પ્રયાસ સાથે દમણના હૉટેલ ઉદ્યોગ, ઔદ્યોગિક વિકાસને મહત્વ અપાયું છે. બીચ પર વોચ ટાવર, CCTV કેમેરા સહિત પ્રવાસીઓની સેફટી માટે ઇન્સ્યોરન્સ સહિતની તમામ કાળજી લેવાશે.

આ કાર્યક્રમમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રશાસનિક અધિકારીઓ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો સહિત મોટી સંખ્યામાં દમણના નાગરિકો-પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં હોટેલ એસોસિએશન દ્વારા આ એક્ટિવિટીથી અનેક ફાયદા થવાની આશા વ્યક્ત કરી હતી. જ્યારે સાંસદ લાલુભાઈ પટેલે દમણ હવે માત્ર દરિયા કાંઠે ખાવા પીવાના કારણે જ નહીં પરંતુ, વોટર સ્પોર્ટ્સની રમતો માટે પણ પ્રવાસીઓને આકર્ષશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, દર સપ્તાહમાં 60,000થી વધુ લોકો દમણની મુલાકાત લે છે. જેમાં હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના નવલા નજરાણા થકી આ આંકડો 80 હજારે પહોંચશે તેવું પ્રવાસન વિભાગનું માનવું છે. હાલ, વેકેશન અને દિવાળી પર્વને કેન્દ્રમાં રાખી આ આયોજન કરાયું છે. જે સફળ થશે તો દમણનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ થશે.

Intro:Story approved by desk assignment

દમણ :- સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે આવતા પ્રવાસીઓ બીચ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકે તે માટે વોટર સ્પોટર્સ એક્ટિવિટીનો પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. મોટી દમણ લાઈટ હાઉસ અને જામપોર બીચ સહિત દીવ, દાદરા નગર હવેલી એમ કુલ 9 સ્થળોએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના આયોજન સાથે પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, લોકોની ગાળો ખાઈને પણ પ્રજાની સુખાકારી માટે પ્રવાસનને વેગ આપતા કર્યો કર્યા છે. Body:દમણ પ્રવાસન વિભાગ અને પ્રશાસન દ્વારા સંઘપ્રદેશ દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી વોટર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો શુભારંભ કરવામાં આવ્યો છે. દમણમાં આવતા પ્રવાસીઓ દરિયા કિનારે વિવિધ પ્રવૃતિઓની મજા માણી શકે તે માટે ગોવાની તર્જ પર રમતગમતની પ્રવૃત્તિ ઉભી કરવામાં આવી છે. જેમાં આજથી આ બીચ પર જેટ સ્કીઝ, બનાના રાઈડીંગ, પેરા સેઇલિંગ, પેડલ બોટિંગ, રોઇંગ, કેકિંગ અને મોટર બોટિંગ જેવા આકર્ષણો ઉમેર્યા છે.

વોટર એક્ટિવિટીનો શુભારંભ કરતા પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા મોટી દમણમાં જામપોર અને લાઇટ હાઉસ બીચ પર લેઝર વોટર સ્પોર્ટ્સ વિકસાવવાના નિર્ણય સાથે દિવના ઘોઘલા બંદરના 2 સ્થળો પર, નાગવા બીચના 3 સ્થળો પર અને દાદરા નગર હવેલીના દૂધની ખાતે એમ કુલ 9 સ્થળો પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક્ટિવિટી માટે બે એજન્સીઓ નીમી છે. જે સાથે પ્રવાસીઓની સુરક્ષાના સંદર્ભમાં પણ પગલાં લેવાશે. પ્રવાસીઓને પ્રવાસન દરમ્યાન અનુકૂળ વાતાવરણ આપવાના પ્રયાસ સાથે દમણના હોટેલ ઉદ્યોગ, ઔદ્યોગિક વિકાસને પણ ધ્યાને રાખ્યો છે. બીચ પર વોચ ટાવર, cctv કેમેરા સહિત પ્રવાસીઓની સેફટી માટે ઇન્સ્યોરન્સ સહિતની તમામ કાળજી લેવામાં આવી છે. આ અંગે પોતાના સંબોધનમાં પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, લોકોની ગાળો ખાઈને પણ દમણનો ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કર્યો છે. દમણના યુવાનોનું ભવિષ્ય ઉજળું બને તે માટે ગાળો ખાઈને પણ સતત વિકાસ કરવામાં આવ્યો છે.

વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના શુભારંભ પ્રસંગે દમણના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રશાસનિક અધિકારીઓ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો સહિત મોટી સંખ્યામાં દમણના નાગરિકો-પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં હોટેલ એસોસિએશન દ્વારા આ એક્ટિવિટીથી અનેક ફાયદા થવાની આશા વ્યક્ત કરી હતી. જ્યારે સાંસદ લાલુભાઈ પટેલે દમણ હવે માત્ર દરિયા કાંઠે ખાવા પીવાના કારણે જ નહીં પરંતુ વોટર સ્પોર્ટ્સની રમતો માટે પણ પ્રવાસીઓને અકર્ષશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.Conclusion:ઉલ્લેખનીય છે કે, દર સપ્તાહમાં 60,000 થી વધુ લોકો દમણની મુલાકાત લે છે. જેમાં હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના નવલા નજરાણા થકી આ આંકડો 80 હજારે પહોંચશે તેવું પ્રવાસન વિભાગનું માનવું છે. હાલ વેકેશન અને દિવાળી પર્વને ધ્યાને લઇ કરાયેલ આ આયોજન સફળ રહેશે તો ચોક્કસ દમણનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ થશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.