- દમણના સોમનાથમાં બની ઘટના
- ટેમ્પો પલટતા 2 વ્યક્તિઓના મોત
- ટેમ્પો નીચે કચડાઈ જતા મોત
દમણ: દમણના સોમનાથ જંકશન પાસે 17મી ફેબ્રુઆરીના રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 પુરુષ અને 1 મહિલાને બેકાબુ ટેમ્પા ચાલકે કચડી નાખતા બન્નેના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
![દમણમાં બેકાબુ ટેમ્પોની અડફેટે 2 વ્યક્તિના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-tempo-accidents-death-vis-gj10020_18022021182333_1802f_1613652813_899.jpg)
એક પુરુષ અને મહિલાનું મોત
આ ઘટના અંગે મળતી વિગતો મુજબ બુધવારે રાત્રે સોમનાથ જંકશન પાસે ડાભેલ તરફથી આવતા ટેમ્પોના ચાલકે અચાનક બેકાબુ રીતે ટેમ્પો ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક પુરુષ અને મહિલાને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બંનેનું મોત થયુ છે.
![દમણમાં બેકાબુ ટેમ્પોની અડફેટે 2 વ્યક્તિના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-04-tempo-accidents-death-vis-gj10020_18022021182333_1802f_1613652813_977.jpg)
ક્રેનથી ટેમ્પો સીધો કરતા નીચે 2 વ્યક્તિ દબાયેલા મળ્યા
અકસ્માતની ઘટના સમયે ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. જેની નીચે એક પુરુષ અને મહિલા દબાઈ ગયા હતાં. જેમને સ્થાનિક લોકોએ અને પોલીસે ક્રેન બોલાવી ટેમ્પોને ઊચંકી બહાર કાઢ્યા હતા. બન્ને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ હોય એમ્બ્યુલન્સ મારફતે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલક પણ ઘાયલ થયો હોય તેને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.