- દાહોદ જિલ્લાના સાગડાપાડા ગામની ઘટના
- મહિલાને પકડી જાહેરમાં માર માર્યો
- મહિલાની ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ
દાહોદ: જિલ્લામાં ફરી એકવાર મહિલા પર તાલિબાને અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. જેમાં ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે અન્ય કુંટુંબની સ્ત્રીઓ જાેડે કેમ બોલાચાલી રાખવા મામલે એક મહિલાને 4 જેટલા ઈસમોએ મહિલાને પકડી જાહેરમાં માર મારી રોડ પર ઢસડી મારી નાંખવાની ધમકીઓ આપતો વીડિયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં ચકચાર મચી હતી. વાયરલ વીડિયોના પગલે એક્શનમાં આવેલા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઝારખંડના બરહેટ પોલીસ મથકના પ્રભારી હરીશ પાઠકનો યુવતીને માર મારવાનો વીડિયો વાઇરલ
અત્યાચારનો બનાવ
દાહોદ જિલ્લામાં એક માસ પહેલા મહિલાનેે અત્યાચારનો બનાવમાં ધાનપુર તાલુકાના ખજુરી ગામેની પરણિતા અને તેના પ્રેમીને જાહેરમાં માર મારી માર્યાનો બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરીવાર મહિલા પર અત્યાચારનો બીજો બનાવ સામે આવ્યો છે.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં વેંત જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. બનાવનું લોકેશન શોધીને સુખસર પોલીસે અત્યાચારનો ભોગ બનેલી મહિલાને બોલાવી તેને ફરિયાદ લીધી હતી, પોલીસ દ્વારા ચારેય ઈસમોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લેવામાં આવી છે.