ETV Bharat / state

દાહોદમાં કમોસમી વરસાદ, પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા - latest news of dahod farmer

દાહોદમાં ગુરુવાર રાત્રે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ એકાએક વરસેલા કમોસમી માવઠાને પગલે જિલ્લાના અનાજ માર્કેટની અંદર ખુલ્લામાં મુકેલો અનાજ પલળી જવાથી નુકસાન થયું છે. તેમજ રવિ પાકને વરસાદને કારણે નુકસાન થતાં ખેડૂતોમાં ઉદાસીતા જોવા મળી રહી છે.

DAHOD
દાહોદ
author img

By

Published : Mar 27, 2020, 10:19 AM IST

દાહોદ: જિલ્લામાં એકાએક વાદળછાયા વાતાવરણ સાથે હવામાનમાં પલટો આવવાના કારણે જિલ્લાભરમાં રાત્રિ દરમિયાન વરસાદી માવઠું વરસ્યું હતું. જેના કારણે દાહોદ, ઝાલોદ સહિતના અનાજ માર્કેટમાં બહાર ખુલ્લામાં પડેલો અનાજ પલળી જતાં વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે. બીજી તરફ રવિ પાકની વાવણી કરનાર ખેડૂતો પણ ચિંતામાં મૂકાયાં છે.

ચણા અને ઘઉં સહિત રવિ પાકની કાપણી કરીને ખેડૂતો તૈયાર મોલને ખેતરમાં મૂકી રાખેલો છે. જે કમોસમી વરસાદના કારણે પલળી જવાના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, ત્યારે પલળેલા અનાજનો ભાવ ન મળવાની શક્યતા સેવાઈ રહી છે.

કોરોના વાઈરસના કહેરની વચ્ચે આ કમોસમી વરસાદ એ 'પડ્યા પર પાટું માર્યા' જેવું સાબિત થઈ રહ્યું છે. ત્યારે સરકાર આ નિઃસહાય ખેડૂતો માટે શું પગલાં લે છે તે જાણવું રસપ્રદ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.