ETV Bharat / state

દાહોદમાં બીનજરૂરી દૂકાનો ખોલવાની મંજૂરી નથીઃ કલેક્ટર

કોરોના મહામારીના લોકડાઉન વચ્ચે દાહોદ શહેરમાં ગૃહ મંત્રાલયના પત્રનો ખોટું અર્થઘટન સાથે દુકાન ખોલવાની પરવાનગીની અફવા ફેલાતા મંજૂરી વિના આવશ્યક અને બિનજરૂરી દુકાનો ખોલવામાં આવતા તંત્ર દોડતું થઈને ફરી બંધ કરાવી હતી. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ સ્પષ્ટ જણાવ્યું છે, સમગ્ર દાહોદ જિલ્લામાં ત્રણ મે સુધી લોકડાઉનના ચુસ્તપણે અમલ દરમિયાન ફક્ત મંજૂરી વાળી દુકાનો ખુલશે તેવું જણાવ્યું હતું.

dahod
dahod
author img

By

Published : Apr 25, 2020, 6:27 PM IST

દાહોદઃ કોરોના વાઇરસની રાષ્ટ્રીય મહામારીને કાબુમાં રાખવા માટે બીજા તબક્કામાં લોકડાઉન સક્રિય છે, ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકોને કોઇ પણ પ્રકારની અગવડ ના પડે એટલા માટે જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દૂકાનોને ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે. વધુમાં જિલ્લા કલેકટર વિજય ખરાડી જણાવ્યું હતું કે, દાહોદમાં બીન આવશ્યક અને બીનજરૂરી દૂકાનો ખોલવાની કોઇ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી. ગૃહમંત્રાલયના પત્રનો લોકો ખોટુ અર્થઘટન કરે નહીં તે જરૂરી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના પત્રના આધારે કેટલાક લોકો એવું સમજ્યા છે કે, દાહોદમાં દૂકાનો ખોલવાની મંજૂરી મળી ગઇ છે. પણ, હકીકતમાં એવું બિલ્કુલ નથી. ગૃહમંત્રાલય સંબંધિત પત્ર પણ સ્વયં સ્પષ્ટ છે કે, ક્યા વિસ્તારમાં, કેવી રીતે મંજૂરી આપવી, કોને મંજૂરી આપવી અને કેવા સંજોગોમાં મંજૂરી આપવી. એટલે, દાહોદમાં હાલમાં તમામ પ્રકારના જાહેરનામાનો અમલ શરૂ કરાશે કોઇએ તેનો ભંગ કરવાનો નથી. જેને પણ મંજૂરી આપવામાં આવશે તેની સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. આવી કોઈ માહિતી માટે અધિકૃત સ્ત્રોતનો જ વિશ્વાસ કરવો.

દાહોદમાં બીનજરૂરી દૂકાનો ખોલવાની મંજૂરી નથીઃ કલેક્ટર વિજય ખરાડી

તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઉક્ત પત્રમાં એવું જણાવાયું છે કે, ગ્રામ્ય વિસ્તારમાં એવી જ દૂકાનોને ખોલવા માટે મંજૂરી આપવાની છે કે, તે દૂકાન ગામમાં એક માત્ર હોય અને આજુ-બાજુ બીજી કોઇ દૂકાન ના હોય ! આવી દૂકાનો ખોલવા માટે પણ મામલતદાર કચેરીની મંજૂરી લેવાની રહે છે અને માસ્ક સેનિટાઈઝર સામાજિક અંતરના નિયમોના પાલન સહિતની શરતો પાલન કરવાના રહે છે.

શહેરી વિસ્તારમાં સ્ટેન્ડ અલોન હોય, બીજા શબ્દોમાં કહીએ તો એક દૂકાનની આસપાસ બીજી કોઇ દૂકાન ના હોય તેવી બાબતોને ધ્યાને લેવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય એ જોવાનું છે. એટલે, મંજૂરી આપવાનો કોઇ સવાલ ઉભો થતો નથી. દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 4 કેસ નોંધાયા છે. તેથી કોઇ પણ નિર્ણય લેતા પહેલા કોરોના સંક્રમણને અટકાવવાની બાબતને ધ્યાને લઇ લેવામાં આવશે. છૂટછાટના નિર્ણયો પણ લોકહિત તથા સંક્રમણને કેન્દ્રમાં રાખીને લેવામાં આવશે. એથી દાહોદમાં હાલ બીન જરૂરી અને બીન આવશ્યક કોઇ દૂકાનો ખોલવાની મંજૂરી નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાનારા નિર્ણયોની સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. એથી કોઇએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.