- દાહોદના કથીરીયા બજારમાં દિવાલ ધરાશાયી
- બે મજૂર ગંભીર રીતે ઘાયલ
- ઘાયલોને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
દાહોદઃ શહેરના કથીરીયા બજારમા જૂના મકાનના બાંધકામ કરાવવામાં આવી રહ્યું હતું, આ બાંધકામ સ્થળે દિવાલને તોડવાની કામગીરી દરમિયાન એક દિવાલ ધરાશાહી થતા કામ કરી રહેલા મજૂરો પૈકી બે મજૂરો પર દિવાલનો કાટમાળ પડ્યો હતો, જેથી બન્ને મજૂરો ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા
આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દિવાલની નીચે દબાઈ ગયેલા બંન્ને મજૂરોને ઘાયલ હાલતમાં બહાર કાઢ્યા હતા. બનાવની જાણ 108ને તેમજ પોલીસને કરાતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બન્ને મજૂરોને 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાથી આ વિસ્તારમાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.