ETV Bharat / state

દાહોદમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના પૂતળાનું દહન કરાયું - આદિવાસી વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવા

માલધારી સમાજને વિતરણ કરાયેલા આદિવાસી પ્રમાણપત્ર પર નોકરી લાગેલાઓનાં પ્રમાણપત્રો રદ કરવા અને ગેરકાયદેસર પ્રમાણપત્ર એનાયત કરનાર સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મુકામે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના યુવાનોએ સાંસદના પૂતળા સાથે રેલી યોજી તેમજ સૂત્રોચ્ચાર કરીને પૂતળા દહન કર્યું હતું.

dahod
દાહોદ
author img

By

Published : Jan 27, 2020, 8:03 PM IST

દાહોદ : રાજ્ય સરકાર દ્વારા કાઠીયાવાડ પંથકમાં વસવાટ કરતા માલધારી સમાજના રબારી ,ભરવાડ ,ચારણ જાતિઓને આદિવાસીઓના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારથી મૂળ આદિવાસીઓમાં રોષ ભભૂકયો છે. ખોટી રીતે આદિવાસીઓના પ્રમાણપત્ર મેળવીને નોકરી પર લાગેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ તેમના પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે આદિવાસી વિસ્તારમાં ભારે રોષ ભભૂકયો હતો.

દાહોદમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના પૂતળાનું દહન કરાયું

તેવા સમયે કાઠીયાવાડ પંથકમાં માલધારી સમાજ દ્વારા આદિવાસીઓના પ્રમાણપત્રો માટે સરકાર પર દબાણ બનાવી રહી છે. તેમજ LRDની ભરતીમાં કૂણું વલણ અપનાવવામાં આવી રહ્યો હોવાનું આદિવાસી સમાજના ધ્યાને આવતા તેઓ ગાંધીનગર મુકામે આવેલા બિરસા મુંડા ભવન મુકામે ધરણા પર બેઠા છે.

દાહોદ જિલ્લાના લીમખેડામાં ખોટા પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે સાંસદ જશવંતસિંહ ભાભોરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઝાલોદ નગરમાં પણ આદિવાસી યુવાનો અને ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા પૂતળા સાથે રેલી યોજી સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ રાજ્ય આદિવાસી વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવાના વિરોધી સૂત્રોચાર સાથે તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

જેમાં સૂત્રોચ્ચાર કરનાર યુવાનોએ હુરિયો બોલાવી તાત્કાલિક અસરથી સરકાર ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર રદ કરે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધે તેવી માગ કરવામાં આવી હતી.

Intro:સરકાર દ્વારા અપાયેલા ખોટા આદિવાસી પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરવાની માંગ સાથે લીમખેડા બાદ ઝાલોદમાં પણ સાંસદ જશવંત ભાભોર ના પૂતળાદહન કરાયું

માલધારી સમાજ ને વિતરણ કરાયેલા આદિવાસી પ્રમાણપત્ર પર નોકરી લાગેલા ઓનાં પ્રમાણ પત્રો રદ કરવા અને ગેરકાયદેસર પ્રમાણપત્ર એનાયત કરનાર સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મુકામે ભીલ પરદેશ વિદ્યાર્થી મોરચાના યુવાનોએ સાંસદ ના પૂતળા સાથે રેલી યોજી તેમજ સૂત્રોચ્ચાર કરીને પૂતળા દહન કર્યું હતું

Body:રાજ્ય સરકાર દ્વારા કાઠીયાવાડ પંથકમાં વસવાટ કરતા માલધારી સમાજ ના રબારી ભરવાડ ચારણ જાતિઓને આદિવાસીઓના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ત્યારથી મૂળ આદિવાસીઓમાં રોષ ભભૂકયો છે ખોટી રીતે આદિવાસીઓના પ્રમાણપત્ર મેળવીને નોકરી પર લાગેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ તેમના પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે આદિવાસી વિસ્તારમાં ભારે રોષ ભભૂકયો છે તેવા સમયે કાઠીયાવાડ પંથકમાં માલધારી સમાજ દ્વારા આદિવાસીઓના પ્રમાણપત્રો માટે સરકાર પર દબાણ બનાવી રહી છે તેમજ એલઆરડી ની ભરતીમાં કૂણું વલણ અપનાવવામાં આવી રહ્યો હોવાનું દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના ધ્યાને આવતા તેઓ ગાંધીનગર મુકામે આવેલા બિરસા મુંડા ભવન મુકામે ધરણા પર બેઠા છે ખોટા પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લાના લીમખેડા માં સાંસદ જશવંતસિંહ ભાભોર ના પૂતળાનું દહન કર્યા બાદ આજરોજ ઝાલોદ નગરમાં પણ આદિવાસી યુવાનો અને ભીલ પરદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા પૂતળા સાથે રેલી યોજી સાંસદ જશવંતસિંહ ભાભોર તેમ જ રાજ્ય આદિવાસી વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવા ના વિરોધી સૂત્રોચાર સાથે તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યો હતો સૂત્રોચાર કરનાર યુવાનોએ હુરિયો બોલાવી તાત્કાલિક અસરથી સરકાર ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર રદ કરે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધે તેવી માંગ કરવામાં આવી રહી છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.