દાહોદ: બરોડા સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઈમાનદાર પહેલા અપક્ષ તરીકે ચૂંટણી લડતા હતા, પરંતુ ત્યારબાદ તેઓએ ભાજપનો સંગ કર્યો હતો. ભાજપમાં તેઓએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારે મતોથી વિજય મેળવ્યો હતો, પરંતુ કેતન ઈમાનદારની નારાજગીની જો વાત કરવામાં આવે તો કેતન ઈમાનદારે પોતાના પત્રમાં લખ્યું હતું કે, પોતાના વિસ્તારમાં અનેક સમયથી કામ બાકી છે. સરકારમાં અનેક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ પ્રકારનું સાંભળવામાં આવતું નથી.
ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કેતનભાઈ સાથે જીતુભાઈ વાઘાણી વાત કરી રહ્યા છે. તેમના અને પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર પ્રયત્નશીલ છે. 'ઘીના ઠામમાં ઘી પડવાનું છે, કોંગ્રેસે હરખાવાની જરૂર નથી.' તેમના ધારાસભ્યો લાઈનમાં છે.
દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર ગુજરાત પોષણ અભિયાન 2020 કાર્યક્રમને પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન બદલાવવાના હોવાનો પ્રશ્નના જવાબ આપતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કેતનભાઇ સાથે જીતુભાઈ વાત કરી રહ્યા છે, અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે, કેતનભાઇ જવાબદાર ધારાસભ્ય છે. દરરોજ અનેક વિસ્તારોમાં નાના-મોટા પ્રશ્નો થતા હોય છે. સરકાર દરેક કામોમાં ગંભીરતા લઈને આગળ વધતી હોય છે. ધારાસભ્ય અને આ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સાથે પ્રયત્ન કરે છે અને કરતી આવી છે. છતાં બે-ચાર પ્રશ્નો એમને જે લાગણી હશે જીતુભાઈ વાત કરી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો લાઈનમાં છે શું છે એ મારે કશી વાત કરવાની નથી.