દાહોદ : ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે 21 વર્ષીય પરિણિતાનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. જેમાં સાસરી પક્ષનાઓ દ્વારા મહિલાએ ગળેફાંસો ખાધો હોવાનું જણાવ્યું હતું, જ્યારે પિયરિયાઓ દ્વારા પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ તકે મૃતક મહિલાના પિતાએ ફરીયાદ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે મારી પુત્રીને તેના પતિ, સસરા તથા દિયર દ્વારા અવાર-નવાર ત્રાસ આપવામાં આવતો હતો અને તેની હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશીશ કરવામાં આવી રહી છે તેવો પિયરીયાઓએ આક્ષેપ કર્યો હતો. જ્યારે મૃતક મહિલાના સાસરીયાઓએ દોરડા વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.