ETV Bharat / state

ઝાલોદ પાલિકાના માજી પ્રમુખ હિરેન પટેલના મોતનો મામલોઃ 4 લાખ રૂપિયાની સોપારી આપી કરાઇ હતી હત્યા - ઝાલોદ નગર પાલિકાના માજી પ્રમુખ

દાહોદના ઝાલોદ નગર પાલિકાના કાઉન્સીલર હિરેનભાઈ પટેલનું પખવાડિયા પહેલા શંકાસ્પદ માર્ગ અકસ્માતમાં મોતના બનાવ બાદ રાજકીય બેડામાં ચકચાર મચી જવા પામી હતી. ભાજપના અગ્રણી નેતાનું શંકાસ્પદ મોતના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ એજન્સીઓનો ઉપયોગ કરી મધ્યયપ્રદેશ, ગોધરા અનેે ઝાલોદના આરોપીઓને દબોચી પાડી ઘનિષ્ઠ પૂછપરછ કરતા હત્યા માટે સોપારી લીધી હોવાનો ખુલાસો થયો હતો.

ઝાલોદ નગર પાલિકાના માજી પ્રમુખ અને કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો

author img

By

Published : Oct 14, 2020, 11:08 PM IST

દાહોદઃ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ 27 સપ્ટેમ્બરના રોજ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. ત્યારે ઝાલોદ-દાહોદ રોડ પર વાહન અકસ્માતે મોત નીપજ્યું હતું. પરંતુ આ મોત પૂર્વ આયોજિત હોવાના અનુમાન સાથે પરિવાર અને નગરજનોએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી. જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર આ શંકાસ્પદ મોતની ઘટનાના પગલે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમ અને વિવિધ એજન્સીઓનો ઉપયોગ કરીને તપાસના મૂળિયા સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઝાલોદ નગર પાલિકાના માજી પ્રમુખ અને કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો
ઝાલોદ નગર પાલિકાના માજી પ્રમુખ અને કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો

પોલીસ દ્વારા ઝાલોદ નગરના દરેક જગ્યાના સીસીટીવીના માધ્યમથી સતત કાર્યરત કરી મોનીટરીંગ દરમ્યાન ઝાલોદ, દાહોદ રોડ ઉપર બનાવ સ્થળ નજીક આવેલા પેટ્રોલ પમ્પ ઉપરના સીસીટીવી ફૂટેજની ઝીણવટ ભરી તપાસ તેમજ અભ્યાસ કરતા જોવા મળ્યું કે, બનાવ પહેલા એક સફેદ કલરની ગાડીની હીલચાલ શંકાસ્પદ જણાઈ હતી અને સીસીટીવી ફૂટેજમાં ત્રણ વખત અવર-જવર થયાની હાજરી પ્રસ્થાપીત થઈ હતી. બીજા સીસીટીવી ફૂટેજને ચેક કરતાં મૃતક હિરેન પટેલ મોર્નીંગ વોકમાં ચાલતા જતા જણાઈ આવ્યા હતા અને તેઓની પાછળ 50 મીટર દૂર એક ઈસમ પણ ચાલતો મોર્નિગ વોક કરતો જણાયો હતો. જે ઈસમને શોધી કાઢી તેની પૂછપરછ કરતા મૃતક હિરેનભાઈને એક ગાડીએ ટક્કર મારી હતી.

આ બાદ પોલીસે આ વિસ્તારના રૂટ તરફના સીસીટીવી કેમેરાનની તપાસ કરી પોલીસે જુદી-જુદી ટીમો બનાવી મધ્યપ્રદેશ, રાજસ્થાનના વગેરે જગ્યાએ અકસ્માતમાં ઉપયોગ થયેલા શંકાસ્પદ વાહનો તેમજ ઈસમોની તપાસ હાથ ધરી છે. આ ગંભીર ગુનાને શોધી કાઢવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોને પણ દાહોદ પોલીસ સાથે મદદમાં મોકલી આપી હતી. આ તમામ ટીમો દ્વારા શંકાસ્પદ ગાડીની તેમજ પીઅકપ ગાડીની માહિતી મેળવવા દાહોદ લીમડી વરોડ ટોલટેક્ષ ઉપર બનાવના દિવસે તપાસ કરતા શંકાસ્પદ ગાડી દાહોદ તરફ પસાર થઈ હતી અને ટોલટેક્ષ ઉપરથી સીસીટીવી ફૂટેજોમાં જણાઈ આવ્યું હતું.

શંકાસ્પદ ગાડીના માલીક સુધી પહોચવા તાત્કાલીક એલ.સી.બી., પેરોલ ફર્લોની ટીમોએ મધ્યપ્રદેશ ઉજ્જૈન જિલ્લાના મહેદપુર ગામેથી વાહન માલીકને શોધી કાઢી જેઓની પૂછપરછમા પોતાની બોલેરો ગાડી બનાવના દિવસ પહેલા અમદાવાદ ખાતે દવાખાનાની વર્ધીમા ડ્રાઇવર મહોમદસમીર લઇ ગયા હોવાની માહિતી મળી હતી. બાદમાં ડ્રાઇવરને ઝડપી પાડી તેની પૂછપરછમા સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો. એલ.સી.બી.ની ટીમો દ્વારા એમ.પી.ખાતેથી આ બનાવમા અંજામ આપનારા આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ અકસ્માત મોતની તપાસમા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી લઇ મૃતક હિરેનભાઇ પટેલને પીકઅપ ગાડીથી ટક્કર મારી મર્ડર કર્યું હોવાનું જાહેર થયું હતું. આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકે આરોપીઓ વિરુધ્ધ ઝાલોદ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કર્યો હતો. પોલીસે મહોમદસમીર મહોમદસહેજાદ મુજાવર સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ, ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી ગુનામા રેકી કરવામા ઉપયોગમા લીધેલા વાહનમાં અને 6 મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે.

આ ગુનાનો મુખ્ય સુત્રધાર ઇરફાન સીરાજ પાડાએ મૃતક હિરેન પટેલનું મર્ડર કરવા માટે અજય હિંમત કલાલ પાસેથી સોપારી લીધી હતી અને ઇરફાન પાડાએ તેના એમ.પી.,ઉજજૈન જિલ્લાના મહેદપુર ગામના સાગરીતોનો સંપર્ક કરી કાવતરૂ રચ્યું હતું. તેને 4 લાખ રૂપયા આપવાના નક્કી કરવામાં આવ્યા હતા.

બનાવના દિવસે વહેલી સવારના મૃૃતકના ઘરની તેમજ મોર્નીંગ વોક ઉપર નિકળતા રોડ પર ગાડીમાં બેસી રેકી કરાવી મૃતકના ફોટાને મોબાઇલમાં બતાવી ઓળખ કરાવી હતી. આ ગુનામા ગાડીથી સતત રોડ ઉપર મૃતક પર વોચ રાખવામાં આવી રહી હતી અને હિરેનભાઇ પટેલ રોડ ઉપર મોનિંગ વોકમાં નિકળ્યા તે દરમ્યાન ઇરફાન પાડાએ તેઓને દૂરથી બતાવી ઓળખ કરાવી હતી. ત્યારબાદ પીકઅપ ગાડીમાં બેસી તેના સાગરીત મારફતે પીકઅપ ગાડીથી મૃતક હિરેન પટેલને પાછળથી ટક્કર મારી માથામા ગંભીર ઇજાઓ પહોચાડી હતી. આગળ જઇ પીકઅપ ગાડીમાંથી ઉતરી, બોલેરો ગાડીમા બેસી દાહોદ પહોચ્યો હતો અને તેના સાગરીતોની ગાડી લઇ એમ.પી. તરફ નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પોતે દાહોદ ખાતે રેલવે સ્ટેશનના પાર્કીંગમા મૂકી રાખેલી ગાડીમા ભાગ્યો હોવાની પણ આરોપીએ કબૂલાત કરી હતી.

  • આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
  • આ ગુનાનો મુખ્ય આરોપી કાવતરું રચનાર ઇરફાન સીરાજ પાડાની વિરુદ્ધમાં કુલ-17 ગુનાઓ નોંધાયેલા છે. તેમજ ગોધરા રેલવે હત્યાકાંડ 2002માં આ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામા આવેલી છે અને છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર છે.
  • આરોપી સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણની વિરુદ્ધમાં ગુજરાત અને મધ્યપ્રદેશમા ગેરકાયદેસર હથિયારના તેમજ મર્ડર તેમજ લૂંટના કુલ- 5 ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપી જેલ સમય દરમિયાન તેની સાથેના આરોપી ઇરફાન પાડા સાથે સંપર્કમા આવ્યો હતો અને જેલમાંથી છૂટી ગયા બાદ પણ ઇરફાન પાડા સાથે સંપર્કમાં રહી આ કાવતરૂ કર્યું હતું.
  • અજય હિંમત કલાલને પાસાના ગુનામા જેલમા હતો. તે દરમ્યાન ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલા અને જામીન ઉપર મુક્ત થયા બાદ સંપર્કમા રહ્યો હતો. તેમજ દાહોદ અને ઝાલોદ ખાતે ઇરફાન પાડા સાથે મુલાકાત કરી કાવતરૂ રચી, સોપારી આપી હતી અને તેની વિરુદ્ધમાં પ્રોહીબિશનના કુલ 5થી વધુ ગુના નોંધાયેલા છે.

મહત્વનું છે કે, અજય કલાલની સાથે કોણ-કોણ સંડોવાયેલા છે તથા તેની સાથે આ કૃત્ય કરવા કોણ સામેલ હતો તેની તપાસ ચાલુ છે. આ મામલામાં અનેક ચહેરાઓ સંડોવાયેલા હોવાની પણ ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે પોલીસે આ તરફ પણ તપાસનો ધમધમાટ આરંભી ચૂકી છે અને ભવિષ્યમાં આ ઘટનામાં સંડોવાયેલ વધુ ચહેરાઓ બહાર આવવાની પૂરેપૂરી શક્યાતાઓ વર્તાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.