દાહોદઃ રાજ્ય સરકાર દ્વારા અનલોક-2ના સમયગાળા દરમિયાન નાગરિકો માટે દિશા નિર્દેશો સાથેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, ત્યારે આ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ 1 જુલાઈ, 2020થી જિલ્લામાં તેની અમલવારી બાબતે માહિતી આપી છે.
અનલોક-1નું 30મી જૂનના રોજ જાહેરનામું પૂર્ણ થતા, 1 જુલાઇથી અમલી બની રહેલા અનલોક-2ના જાહેરનામા સંદર્ભે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુંનો અમલ ચાલુ રહેશે. વધુમાં જણાવ્યું કે જે વિસ્તારો કન્ટેન્ટેમેન્ટ અને માંઈક્રો કન્ટેન્ટેમેન્ટ વિસ્તારો છે ત્યા સવારે 7 થી સાંજે 7 સુધી જીવન જરૂરયાતની ચીજ વસ્તુઓ મળી રહેશે. જ્યારે નોન કન્ટેન્ટેમેન્ટ વિસ્તારોમાં રાત્રે 8 વાગ્યાં સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તેમણે જણાવ્યું કે, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્ટેડીયમ તેમને પણ ખુલ્લા રાખી શકાશે પરંતુ પ્રેક્ષકો સામેલ થઇ શકશે નહી અને મેળાવડો પણ કરી શકાશે નહી. જ્યારે આંતર રાજય અને આંતર જિલ્લા હેરફેર કરી શકાશે. શાળા કોલેજો સહીત સિનેમા, જીમ્નેશિયમ, બગીચા, સ્વીમીંગ પુલ 31 જુલાઈ સુધી બંધ રહેશે.