સંકલન સમિતિના અધિકારીઓ માટે ટ્રેકિંગ કેમ્પનું સાગટાળા ઇકો ટૂરીઝમ સાઇટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દાહોદ કલેક્ટર વિજય ખરાડીનો નવતર અભિગમ, અધિકારીઓમાં પારિવારિક ભાવના પ્રબળ બને અને વનસંપદાનો પરિચય થાય તે માટે દાહોદ જિલ્લાની રાજ્ય સરકારની વિવિધ કચેરીના અધિકારીઓ કલેક્ટર જનસેવાના કાર્યમાં સતત વ્યસ્ત રહેતા આ કર્મયોગીઓ ક્યારેક પોતાના માટે સમય આપી શકતા નથી. એટલે જ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવગઢ બારિયા વન વિભાગ રેન્જનો કુલ વન વિસ્તાર 8050 હેક્ટર છે. ડેન્સ જંગલ છે અને તેને મિક્સ ડેસીડ્યુ ટીક ફોરેસ્ટ અને ડ્રાય ડેસીડ્યુઅસ ટીક ફોરેસ્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. સાગટાળા વન વિસ્તારને બે બીટ, પૂર્વ અને પશ્ચિમ એમ વિભાજિત કરવામાં આવ્યો છે. જંગલમાં આવેલું તળાવ અને તેની પાસે વિંધ્યાચળની પર્વતમાળા મનોહર દશ્ય ઉભું કરે છે. જાણે પ્રકૃત્તિ તેમના ખોળે રમવા બોલાવતી હોય, શીતળ હવા અને પંખીઓનો કલરવ આલ્હાદક અનુભવ કરાવે છે. જીવનની ઘટમાળથી થાકેલી કોઇ પણ વ્યક્તિ અહીં આવી ‘રિચાર્જ’ થઇ જાય એવું વાતાવરણ છે.
દાહોદ જિલ્લાના સંકલન સમિતિની અધિકારીઓ માટે ટ્રેકિંગ કેમ્પનું સાગટાળા ઇકો ટૂરીઝમ સાઇટ ખાતેથી આયોજન ટ્રેકિંગનું સુકાન નાયબ વન સંરક્ષક શજનકસિંહ ઝાલા, એસીએફ અક્ષય જોષી, એસીએફ ઋષિરાજ પુવારે સંભાળ્યુ હતું. સાગાટાળા રેસ્ટ હાઉસથી પર્વત ઉપર આવેલા વિષ્ણુ ભગવાનના મંદિર સુધીના વનભ્રમણનો રૂટ હતો. કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે સહિતના તમામ અધિકારીઓ આ વનભ્રમણમાં જોડાયા હતા. ભ્રમણના માર્ગની શરૂઆત જ પથરાળ કેડીથી થઇ જાય છે.
સાંકડી પગદંડીઓ, તેમાં આવતા વૃક્ષોની ઓળખ મેળવતા આ સંઘ પહોંચ્યો ઝરીવાળા વન સુધી અહીંથી નાની નદી પસાર થાય છે. ત્યાં પહોંચતા પૂર્વે વન અધિકારીઓએ પ્રાણીઓ અવરજવરના માર્ગ ઉપર મૂકવામાં આવેલા કેમેરાની માહિતી આપી હતી. ઝરીના વનમાં વન અધિકારીઓને બચાવવામાં આવેલા એક અજગરને કેવી રીતે મુક્ત કરવામાં આવે છે? તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ માર્ગ અંદાજે દોઢ કિલોમિટરનો હતો.
ભગવાન વિષ્ણુના દર્શન, નમન કરી સૌ કેમ્પ તરફ પરત ફર્યા. જેટલો સમય જવામાં થયો એના કરતા અડધા સમયમાં સૌ અધિકારીઓ પરત ફરી ગયા હતા. આ ટ્રેકિંગ કેમ્પ સંકલનના અધિકારીઓ માટે પારિભાવિક ભાવનાને પ્રબળ કરનારો, કાર્યશક્તિવર્ધક, વન સમૃદ્ધિનો પરિચય કરાવનાર બની રહ્યો હતો. અહીં દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા સમયાંતરે ટ્રેકિંગ કેમ્પનું આયોજન થતુ રહે છે. જેમાં સૌ કોઇ ભાગ લઇ શકે છે અને કુદરત સાથે તાદાત્મ્ય સાધવાની તક મળે છે.