ETV Bharat / state

દાહોદમાં ઓનલાઇન શિક્ષણ 50 ટકા કરતાં વધારે બાળકો માટે દિવાસ્વપ્ન ! - દાહોદના તાજા સમાચાર

વૈશ્વિક મહામારી કોરોનામાં અનલોક-1 દરમિયાન શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યને થતાં નુકસાનથી બચાવવા માટે સરકાર દ્વારા ઓનલાઇન ડિજિટલ એજ્યુકેશનનો આરંભ કરવામાં આવ્યો છે, પરંતુ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગ્રામજનોની આર્થિક સ્થિતિ, રોજિંદા વિજ-ધાંધીયા અને મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા સરકારના હોમ લર્નિંગ વિચાર પર પાણી ફેરવી રહી છે. જેથી દાહોદ જિલ્લામાં ઓનલાઇન શિક્ષણમાં ફક્ત 45 ટકા બાળકો નોંધાયા છે, જ્યારે 55 ટકા બાળકો માટે આ શિક્ષણ દિવાસ્વપ્ન રૂપ છે.

ETV BHARAT
દાહોદમાં ઓનલાઇન શિક્ષણ 50 ટકા કરતાં વધારે બાળકો માટે દિવાસ્વપ્ન !
author img

By

Published : Jun 21, 2020, 6:50 PM IST

Updated : Jul 10, 2020, 10:06 PM IST

દાહોદઃ વૈશ્વિક મહામારી કોરોનાની અસરના કારણે સરકારે શાળાઓ વિધિવત રીતે શરૂ નહીં કરવા અને તેના બદલામાં દરેક બાળકોને સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી હોમ લર્નિંગ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ ઓનલાઇન ડિજિટલ શિક્ષણ સફળ બનાવવા માટે સરકારે ટેલિવિઝન, યૂ ટ્યુબ અને મોબાઈલ દ્વારા બાળકોને હોમ લર્નિંગ શિક્ષણ શરૂ કરવાની સાથે તેની પર પ્રાથમિક શિક્ષકોને નજર રાખવા જણાવવામાં આવ્યું છે, પરંતુ ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા દાહોદ જિલ્લામાં વસવાટ કરતા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આ શિક્ષણ જિલ્લામાં શક્ય નથી.

દાહોદમાં ઓનલાઇન શિક્ષણ 50 ટકા કરતાં વધારે બાળકો માટે દિવાસ્વપ્ન !

દાહોદમાં ઓનલાઈન શિક્ષણ નિષ્ફળ રહેવાના કારણો

  • વર્ષમાં 8 મહિના સ્થળાંતર
  • લોકોની આર્થિક સ્થિતિ ખરાબ
  • છાસવારે વીજ પ્રવાહ ખોરવાય જવો
  • 70થી 80 ટકા લોકો પાસે એન્ડ્રોઇડ ફોનનો અભાવ
  • મોબાઈલ નેટ કનેક્ટિવિટીના ધાંધિયા

દાહોદ જિલ્લામાં આવેલી સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 3,62,000 ઉપરાંત બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણમાં ફક્ત 1,52,000 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. આમ જિલ્લામાં 55 ટકા બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે

ETV BHARAT
ઓનલાઇન શિક્ષણ 50 ટકા કરતાં વધારે બાળકો માટે દિવાસ્વપ્ન

70થી 80 ટકા લોકો પાસે એન્ડ્રોઇડ ફોનનો અભાવ

જિલ્લાના શહેરી વિસ્તારમાં રહેતા લોકો પાસે સ્માર્ટફોન અને એન્ડ્રોઇડ ફોનની સુવિધાઓ જોવા મળી રહી છે, જ્યારે ગ્રામ્ય પંથકમાં ગણતરીના લોકો પાસે જ એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો પાસે એન્ડ્રોઇડ મોબાઇલની સુવિધા છે, તે લોકો પાસે ડેટા ખરીદવા માટે નાણાકીય તંગી જોવા મળી રહી છે. આમ જિલ્લામાં આશરે 70થી 80 ટકા લોકો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.

ગ્રામ્યપંથકમાં વીજ ધાંધિયા અને મોબાઈલ નેટ કનેક્ટિવિટીના ધાંધિયા

જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય પંથકમાં વીજ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી વીજ લાઈનમાંથી વીજળીનો પ્રવાહ છાસવારે ખોરવાય છે. જેથી લોકોના ઘરે રહેલા ટેલિવિઝન અને મોબાઇલ ફોન પણ નકામા બની રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં મોબાઇલ ટાવર કનેક્ટિવિટીના પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જેના કારણે દાહોદ જિલ્લામાં ઓનલાઇન શિક્ષણ એટલે કે, હોમ લર્નિંગ એજ્યુકેશન નેટ કનેક્શન અને વીજ ધાંધિયાના લીધે સમસ્યારૂપ બની રહ્યું છે.

Last Updated : Jul 10, 2020, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.