દાહોદઃ જિલ્લામાં કોરોના વાયરસને રોકવા માટે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આકાશમાં એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાવાની સાથે હવામાન પલટો આવ્યો હતો.
વાતાવરણમાં ફેરફાર થવાના કારણે દિવસ દરમિયાન ટાઢક ભર્યા માહોલ વચ્ચે વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીંજાયા હતા, ત્યારબાદ સાંજના સમયે વરસાદી માવઠુ પડવાના કારણે અનાજ માર્કેટમા ખુલ્લામાં પડેલા અનાજ પલળી જવા પામ્યું છે અને ખેડૂતોના ખેતરમાં પાકેલુ અનાજ ભીંજાય જવાના કારણે ધરતીપુત્રોને નુકસાન થવા પામ્યું છે. અનાજ વધુ પ્રમાણમાં પલળી જવાથી ખેડૂતોને સસ્તા ભાવે અનાજ વેચવાનો વારો આવશે. જેથી કમોસમી વરસાદ ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન બન્યું છે.