ETV Bharat / state

કોરોના વાયરસને લઇને દાહોદમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો

દાહોદ જિલ્લામાં કોરોના વાયસરના સંભવિત ખતરાને ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર વિજય ખરાડીની સૂચના બાદ ઝાયડસ મેડિકલ કૉલેજ અને જનરલ હોસ્પિટલમાં કોરોનાના સંભવિત કે શંકાસ્પદ દર્દીની સારવાર માટે અલાયદો આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.

ETV BHARAT
કોરોના વાયરસને લઇને દાહોદમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
author img

By

Published : Mar 7, 2020, 5:10 PM IST

Updated : Mar 7, 2020, 5:29 PM IST

દાહોદઃ કોરોનાના સંભવિત ખતરાને ઉગતો જ ડામવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જેના અંતર્ગત દાહોદ જનરલ હોસ્પિટલમાં 6 પથારી સાથેનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે.

આ અંગે કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, કોરોના વાઈરસનું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે. કોરોના વાયરસ હવાના માધ્યમથી ફેલાતો નથી. વાયરસ કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવંત રહે છે. જેથી સાબુથી હાથ ધોવા જોઈએ.

કોરોના વાયરસને લઇને દાહોદમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

આ વાયરસ કપડાં પર 9 કલાક જીવંત રહે છે. જેથી કોઈના કપડાં કે રૂમાલ વાપરવા નહીં અને આપણા કરડાં ધોઈને 3 કલાક સુધી તડકામાં સુકવવા. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાનથી વધુ તાપમાને સહન કરી શકતો નથી. જેથી ગરમ હુંફાળું પાણી પીવાનું રાખવું જોઈએ. આ ઉપરાંત ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી જોઈએ.

વધુમાં વિજય ખરાડીએ જણાવ્યું કે, ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય છે. છીંક ખાતી વખતે નાક પાસે રૂમાલ રાખવો જોઇએ. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુઃખાવો, શ્વાસની તકલીફ અને શરીરમાં કંપન જેવું લાગે તો, તાત્કાલિક ડૉક્ટરને બતાવી દેવું જોઇએ. ભીડભાડવાળી જગા પર જવાનું ટાળવું જોઇએ.

આઇસોલેશન વોર્ડ અંગે કલેક્ટરે જણાવ્યું કે, જનરલ હોસ્પિટલમાં 6 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 4 વેન્ટીલેટર રાખવામાં આવ્યા છે. જનરલ હોસ્પિટલમાં 250 પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (PPE) છે અને 95 પ્રકારના માસ્ક છે. જિલ્લામાં 900 નાના અને 200 મોટા મળી કુલ 1,100 PPE તથા 250 એન 95 માસ્ક ઉપલબ્ધ છે.

Last Updated : Mar 7, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.