ETV Bharat / state

લીમડી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ PI ઝાલા સહિત 4 PI અને 9 PSIની આંતરિક બદલી

જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ ઝાલાએ આદિવાસી આગેવાનો સાથે અભદ્ર વ્યવહાર કરતા તેની બદલી માટે જિલ્લાભરમાંથી આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. પીઆઇની બદલીની સજ્જડ માગ વચ્ચે જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા ચાર પોલીસ ઇન્સ્પેક્ટર અને નવ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલીનો ગંજીફો ચીપ્યો છે. તેમજ વહીવટી કારણોસર જાહેર હિતમાં કરાયેલી બદલી વાળા સ્થળે તમામ અધિકારીઓને તાત્કાલિક હાજર થવા હુકમ કરાયો છે.

લીમડી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ PI ઝાલા સહિત 4 PI અને 9 PSIની આંતરિક બદલી
લીમડી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ PI ઝાલા સહિત 4 PI અને 9 PSIની આંતરિક બદલી
author img

By

Published : Jun 22, 2020, 2:23 AM IST

દાહોદ : જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 47 પર આવેલા વારોડ ટોલટેક્સ મુકામે ટેક્સ ભરવા મુદ્દે આદિવાસી સમાજના આગેવાન રાજુભાઈ વળવાઈ સાથે ટેક્સ ઉઘરાવનાર અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાબતે લીમડી પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધવા માટે બોલાવીને પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાએ અભદ્ર વર્તન અને જાતિ વિષયક શબ્દોનો ઉચ્ચાર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ ધરણા સાથે પીઆઈ ઝાલા સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવા લેખિતમાં ડીવાયએસપીને રજૂઆત કરી હતી.

4 PI અને 9 PSIની આંતરિક બદલી
4 PI અને 9 PSIની આંતરિક બદલી

જિલ્લા પંથકમાંથી પણ મામલતદારને પીઆઈ ઝાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. ઘટનાના ગણતરીના દિવસોમાં જ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ વિભાગના વિવિધ પોસ્ટ પર ફરજ બજાવતા ચાર પોલીસ ઇન્સ્પેક્ટર અને નવ પોલીસ સબ ઈન્સ્પેકટરોની જુદી જુદી જગ્યાએ બદલી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા વહીવટી કારણોસર જાહેર હિતમાં બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ બદલી કરાયેલા તમામ પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરઓને તાત્કાલિક બદલી વાળી જગ્યાએ હાજર થઈ ચાર્જની લેવડ દેવડ કરીને જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.