દાહોદ: જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલીયા ગામે(Saliya village of Dahod district) રહેતા યુવકે તેની અર્ધાંગિનીરૂપે રાખેલી બે પ્રેમિકા સાથે રવિવારના રોજ એક જ લગ્નમંડપમાં સામાજિક રીતે વિધિવત પોતાની પત્ની(Man married with two girlfriends) બનાવી હતી. પ્રથમ પ્રેમ થયો હતો તેની સાથે પહેલાં અને બીજી વખત આંખ મળી(love for two different girls ) હતી. તેની સાથે પછી ફુલહાર કર્યા હતા. આ લગ્નમાં પત્રિકા છપાવવાથી માંડીને જમણવાર સુધીની તમામ વિધિ સાથે તમામ સમાજનો અને ગામના લોકોની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક વાજતે ગાજતે લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: એક વિવાહ ઐસા ભી : બે ફૂલ એક માલીની રોંમાચક કહાણી, ગુજરાતમાં મચાવી રહી છે ધુમ
4 વર્ષ પહેલાં આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો - દેવગઢ બારિયા તાલુકાના સાલીયા ગામના રહેવાસી પરેશ પટેલને તોયણી ગામની આશા નામની યુવતી સાથે 4 વર્ષ પહેલાં આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. પરેશ પ્રેમિકા આશાને પત્ની તરીકે રાખવા પોતાના ઘરમાં લઈ આવ્યો હતો. પ્રેમિકા આશાને પત્ની તરીકે ઘરે રાખવા લાવ્યા થોડા સમય ગાળા બાદ પરેશને નજીકના વડેલા ગામની તારા નામની યુવતી સાથે બે વર્ષ પહેલા ફરી આંખ મળી જતાં પ્રેમ પાંગર્યો હતો. તેથી પ્રેમિકા તારાને પણ ફૂલહાર કરીને પત્ની બનાવવા માટે પોતાના ઘરે લઈ આવ્યો હતો.
પોતાના લગ્નની કુમકુમ પત્રિકા - પરેશે પ્રથમ પત્ની આશા અને બીજી પ્રેમિકા તારા વચ્ચે સુમેળ સધાય અને મનમેળ સાથે એક જ ઘરમાં રહે તે માટે મનાવી લીધી હતી. બન્ને પત્નીઓને મનાવવામાં સફળ રહેલા પરેશે બન્ને પત્નીઓ સાથે સામાજિક અને શાસ્ત્રોક્ત વિધિ(Social and scriptural rites) સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરેશે પોતાના લગ્નની કુમકુમ પત્રિકા છપાવીને તમામ સબંધીઓને તેડ્યા હતાં. પત્રિકામાં વર તરીકે પોતે અને વધુ તરીકે આશા અને તારાનો ઉલ્લેખ કર્યો હતો. 3 જૂનના રોજ ગણેશ સ્થાપના, 4 જુને ચાંદલા વિધિ તેમજ ભોજન સમારંભ અને 5 જુન રવિવાર વરઘોડો અને હસ્તમેળાપની વિધિ રાખવામાં આવી હતી. રવીવારના રોજ તમામ સબંધીઓની હાજરીમાં ધૂમધામથી શાસ્ત્રોક્ત વિધિ સાથે પહેલા આશાબેન સાથે અને ત્યારબાદ તારા સાથે લગ્નના માંડવામાં હાર કરીને વિધિવત રીતે પોતાની પત્ની બનાવી હતી.
આ પણ વાંચો: સુરતના યુગલે બનાવી એક અનોખી કંકોત્રી, જુઓ વીડિયો...
બન્ને પત્નીઓ દ્વારા સુખી સંસાર સમાજમાં ગુજારી રહ્યા છે - ઉલ્લેખનીય છે કે પરેશને તેમના સુખી સંસાર સ્વરૂપે આશાને સંતાનમાં એક દીકરાનો જન્મ થયો હતો. તારાએ સંતાનમાં દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નમંડપમાં આશા અને તારાને પરેશે પોતાને અર્ધાંગિની તરીકે સામાજિક રીતે સ્વીકાર કર્યો છે. બન્ને પત્નીઓ દ્વારા સુખી સંસાર ગુજારી રહ્યો છે. આ અનોખા લગ્ન દેવગઢ બારિયા તાલુકા(Unique wedding Devgarh Baria taluka) સાથે આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા હતાં.