દાહોદ : મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો દાહોદનો પ્રાચીન મોગલ અને બ્રિટિશ કાળ સુધીનો ગજબનો વારસો ઇતિહાસમાં કંડારાયેલો છે. જિલ્લાની જો વાત કરીએ તો મોગલ યુગ દરમિયાન વર્ષ 1618માં મોગલ સમ્રાટ જહાંગીર સૈન્ય સાથે ગુજરાતથી મધ્યપ્રદેશના માલવા વિસ્તારમાં જઈ રહ્યો હતો, ત્યારે દાહોદ વિસ્તારમાં વાતાવરણ સારું હોવાના કારણે અહીં એક મહિના જેટલું રોકાણ કર્યું હતું. દાહોદમાં રોકાણ દરમિયાન જહાંગીરના પુત્ર શાહજહાંની ચોથી પત્ની મુમતાજે ૨૪ ઓકટોબરના રોજ દાહોદની દુધીમતી નદી કિનારે એક દીકરાને જન્મ આપ્યો હતો. દાહોદમાં જન્મેલા શાહજહાનો પુત્ર પાછળથી ઔરંગઝેબ તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો હતો. વર્ષ ૧૮૧૯ મોગલ રાજા શાહજહાં દાહોદમાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. જે આજે આલમગીરી મસ્જિદ તરીકે વિધમાન છે.
આ ગઢી કિલ્લાના નિર્માણમાં 76300નો ખર્ચ થયો હતો. ૧૮મી સદીમાં મરાઠાઓના સુબેદારોનું ગઢી કિલ્લો નિવાસ સ્થાન બન્યું હતું, ત્યારે જિલ્લામાં 24-24 ફૂટના ત્રણ ગોળ મિનારા ઉમેરાયા હતા. આ ગઢી કિલ્લામાં બ્રિટિશકાળ દરમિયાન અંગ્રેજોએ કબ્જો જમાવ્યો હતો અને ત્યારથી આ કિલ્લામાં મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી હતી. ગઢી કિલ્લાની જાળવણીના અભાવે કિલ્લાના કેટલાક ભાગના કાંગરા ખરી રહ્યા છે.