ETV Bharat / state

ભીલવા ગામે બુથમાં EVM ખોટકાતા તંત્ર દોડતું થયું, મતદાતાઓએ વિરામ ફરમાવ્યો! - ગુજરાતમાં EVM ખોટવાયું

દાહોદના ભીલવા ગામે બુથમાં EVM મશીન ખામીના (EVM malfunctioned in Dahod) કારણે મતદાન રોકી દેવામાં આવ્યું હતું. મતદાન રોકાતા લોકો બેસી જઈને અડધો કલાક જેટલો (second phase polling 2022) વિરામ ફરમાવ્યો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલીક ચૂંટણી અધિકારીની ટીમ દોડતી થઈ હતી. (Gujarat Assembly Election 2022)

ભીલવા ગામે બુથમાં EVM ખોટકાતા તંત્ર દોડતું થયું, મતદાતાઓએ વિરામ ફરમાવ્યો!

author img

By

Published : Dec 5, 2022, 4:57 PM IST

દાહોદ : જિલ્લામાં વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લામાં વિવિધ મતદારોએ મતદાન કરવા બુથ પર પહોંચ્યા હતા. તે સમય દરમિયાન ગરબાડા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ભીલવા ગામે બુથમાં (Booth at Bhilwa village) EVM મશીન ખામીના કારણે મતદાન અડધો કલાક જેટલું રોકી દેવામાં આવ્યું હતું. મતદાન રોકાતા ચૂંટણી વિભાગના કર્મચારીઓ અને ઉમેદવારો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. (EVM malfunctioned in Dahod)

EVM મશીન ખામીના કારણે મતદાન અડધો કલાક જેટલું રોકી દેવામાં આવ્યું

મતદાન મથકે લાંબી કતારો દાહોદ જિલ્લામાં વહેલી સવારથી બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થયેલી છે. જિલ્લામાં સવારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન ચાલી રહ્યું હતું, તેવા સમયે ભીલવા ગામે આવેલા મતદાન બુથમાં અકસ્માતે EVM ખોટકાયું હતું. જેના કારણે બુથ પર મતદાન અટકી પડ્યું હતું. મતદાન મથકે લાંબી કતારો મતદાન કરવા માટે લાગેલી હતી. મતદાન બુથમાં EVM બંધ થયાની જાણ થતા જિલ્લા ચૂંટણી અધિકારી તાલુકા ચૂંટણી અધિકારીની ટીમ દોડતી થઈ હતી. ગરબાડા ચૂંટણી અધિકારી તાત્કાલિક સ્ટાફ સાથે ભીલવા બુથ પર પહોંચી ગયા હતા. તેમજ EVM મશીન શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. (Bhilwa Village Polling Station)

અડધો કલાક જેટલો વિરામ EVM ખોટકાયાની માહિતી મળતા ગરબાડાના (Second phase polling 2022) કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદ્રિકા બારીયા તાત્કાલિક બૂથ પર પહોંચ્યા હતા. મતદાન રોકાવાના કારણે (EVM went wrong in Gujarat) બુથ પર ઉપસ્થિત મતદાતાઓ લાઈનમાં ઊભા રહીને તેમજ બેસી જઈને અડધો કલાક જેટલો વિરામ ફરમાવ્યો હતો. ચૂંટણી તંત્ર દ્વારા EVM મશીન ફરી શરૂ કરવામાં આવતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. તેમજ મતદારો ફરીથી મતદાનની લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.