ETV Bharat / state

દાહોદમાં એક જ પરિવારના ચાર સભ્યોનું તળાવમાં ડૂબી જવાથી મોત - તળાવમાં ડૂબતાં મોત

દાહોદઃ જિલ્લાના ટાંડા ગામે સાંજે એક બાળક ડૂબતા તેને બચાવવા બીજા બે બાળકો તળાવમાં ઉતર્યા હતા. ત્રણે બાળકોના પાણીમાં ડૂબતા નિહાળી તેની માતા તેમને બચાવવા માટે પાણીમાં ઊતરતાં તે પણ ડૂબી ગઈ હતી. આમ ત્રણ બાળકો સાથે માતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Dahod
author img

By

Published : Aug 24, 2019, 10:14 AM IST

દાહોદ જિલ્લાના ટાંડા ગામના ચારમારીયા ફળિયામાં રહેતા રેખાબેન મુકેશભાઈ પરમાર પોતાના ત્રણ બાળકો સચીન, ચેતના અને હિમાંશુ સાથે ગામને તળાવે ગયા હતા. તળાવમાં તેમનું એક બાળક પાણીમાં ગરકાવ થતા બીજા બે બાળકો તળાવમાં ઉતરીને ડૂબતા બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

તળાવમાં ડૂબવાથી ત્રણ બાળક સહિત માતાનું મોત

આ પ્રયાસ દરમિયાન બીજા બે બાળકો પણ તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થતા તળાવને કિનારે રહેલ તેની માતા ત્રણે બાળકોને બચાવવા માટે પાણીમાં ઉતરી હતી. પરંતુ માતા રેખાબેન પણ ત્રણે બાળકોને બચાવવા નિષ્ફળ જવાની સાથે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાના કારણે ડૂબી ગયા હતા.

ત્રણ બાળકો અને માતા પાણીમાં ડૂબી ગયાની જાણ પતિ મુકેશને થતા તે તાબડતોડ દોડીને તળાવ પર આવીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધી ત્રણ બાળકો અને પત્ની મૃત્યુ પામ્યા હતાં. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાઇ જતા લોકો પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ સમગ્ર બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.યચ

Intro:દાહોદના ટાંડા ગામે ત્રણ બાળકો સહિત માતા ડૂબી જતા ચાર જણાના મોત

દાહોદ જિલ્લાના ટાંડા ગામે સાંજે એક બાળક ડૂબતા તેને બચાવવા બીજા બે બાળકો તળાવમાં ઉતર્યા હતા ત્રણે બાળકોના પાણીમાં ડૂબતા નિહાળી તેની માતા તેમને બચાવવા માટે પાણીમાં ઊતરતાં તે પણ ડૂબી જવા પામી હતી આમ ત્રણ બાળકો સાથે માતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ગ્રામજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા પોલીસે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી દવાખાને પીએમ માટે મૃતદેહો ને ખસેડ્યા છે

Body:દાહોદ જિલ્લાના ટાંડા ગામના ચારમારીયા ફળિયામાં રહેતા રેખાબેન મુકેશભાઈ પરમાર પોતાના ત્રણ બાળકો સચીન, ચેતના અને હિમાંશુ સાથે ગામને તળાવે ગયા હતા તળાવમાં તેમનું એક બાળક પાણીમાં ગરકાવ થતા તેને બચાવવા માટે બીજા બે બાળકો તળાવમાં ઉતરીને ડૂબતા બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રયાસ દરમિયાન બીજા બે બાળકો પણ તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થતા તળાવને કિનારે રહેલ તેની માતા ત્રણે બાળકોને બચાવવા માટે પાણીમાં ઉતરી હતી પરંતુ માતા રેખાબેન પણ ત્રણે બાળકોને બચાવવા નિષ્ફળ જવાની સાથે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાના કારણે ડૂબી જવા પામ્યા હતા આમ ત્રણ બાળકો અને માતા પાણીમાં ડૂબી ગયા હતા પોતાના ત્રણ બાળકો અને પત્ની ડૂબી ગયાના સમાચાર ને તેના પતિ મુકેશ ને જાણ થતા કે તાબડતોડ દોડીને તળાવ પર આવીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધી ત્રણ બાળકો અને પત્નીને મૃત્યુ પામ્યા હતા અને તેમના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાઇ જતા લોકો પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને બહાર કાઢવામાં મદદ કરી હતી બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઈ હતી ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.