ETV Bharat / state

પ્લાસ્ટિક મુક્તિ માટે વહીવટીતંત્ર દ્વારા અનોખી પહેલ, દાહોદમાં પ્રથમ પ્લાસ્ટિક કાફે શરૂ કરાયું - dahod news

સ્વચ્છ ભારત અને પર્યાવરણ જાગૃતિ માટે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નગરમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્લાસ્ટિકના બદલામાં ચા નાસ્તો આપવા પ્લાસ્ટિક કાફેનું તાલુકા પંચાયત નજીક ઉદ્ઘાટન કરાવ્યું છે. આ કાફેનું સંચાલન ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ કાફેની બીજી વિશેષતા છે.

first-plastic-cafe-opened-in-dahod
સ્વચ્છ ભારત
author img

By

Published : Feb 12, 2020, 3:55 AM IST

દાહોદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવવા માટે અને પર્યાવરણ જાગૃતિ અભિયાનને જોશ પૂરુ પાડવા જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજ દ્વારા દાહોદ નગરમાં પ્લાસ્ટિકના બદલામાં ચા નાસ્તો આપવાનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

પ્લાસ્ટિક મુક્તિ માટે વહીવટીતંત્ર દ્વારા અનોખી પહેલ, દાહોદમાં પ્રથમ પ્લાસ્ટિક કાફે શરૂ કરાયું

દાહોદ નગરના મધ્યમાં આવેલ તાલુકા પંચાયત નજીક તંત્ર દ્વારા સખી મંડળના સહયોગથી ચા-નાસ્તા માટે પ્લાસ્ટિક કેફેની શરૂઆત કરવામાં આવી છે. આ પ્લાસ્ટીક કાફેમાં તમારી પાસે પૈસા નહીં હોય પરંતુ, તમારી પાસે પ્લાસ્ટિકનો કચરો હશે તો વજનના હિસાબે તોલીને તેના બદલામાં ચા અથવા મેથીના ગરમાગરમ ભજીયા આપને આપવામાં આવશે.

તાલુકા પંચાયત કચેરી સામે ખોલવામાં આવેલા પ્લાસ્ટિક એક જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાનને રોકવા માટે દાહોદમાં આ પ્રયોગને સૌથી અનોખી પહેલ માનવામાં આવી રહી છે. આ પ્લાસ્ટીક કાફેમાં કોઈપણ વ્યક્તિ 500 ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવીને એક કપ ચા કે કોફી મેળવી શકે છે. જ્યારે એક કીલો પ્લાસ્ટીક આપીને એક પ્લેટ ગરમાગરમ મેથીના ગોટા ખાઈ શકે છે. આ ઉપરાંત પૌંવા, દાબેલી, કચોરી, સમોસા પણ મંગાવી શકશે. અત્યારે સહાય જૂથની 10 મહિલાઓ આ cafe ચલાવી રહી છે.

આ પ્રયોગ દાહોદમાં સફળ થતાં જિલ્લાના દરેક તાલુકા મથકે આવું કાફે શરૂ કરાશે. કચરો વીણવાવાળી ગરીબ વ્યક્તિ હોય, કે પછી શહેરને સ્વચ્છ રાખવા તત્પર એક જાગૃત નાગરિક હોય, તે દરેક નાગરિક માટે આ કાફે ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. જો તમે પણ એક કિલો પ્લાસ્ટિક લાવો અને તેના બદલામાં તમને સમોસા, ભજિયા કે પૌંવા મળશે. આ ઉપરાંત 500 ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં ટી પાર્ટી પણ કરી શકો છો. આ કાફેમાં એકઠું થનારું પ્લાસ્ટિક તંત્ર દ્વારા રિસાઇકલ કરી વેચવામાં આવશે. આ અનોખો પ્રયોગ દાહોદમાં સફળ થતા જિલ્લાના દરેક તાલુકા મથકે આવું કાફે શરૂ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.