દાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકની શરૂઆત ધારાસભ્યોના પ્રશ્ન અને તેના નિરાકરણથી થઇ હતી. ઝાલોદ તાલુકાના ધારાસભ્ય ભાવેશ કટારા તથા ગરબાડા તાલુકાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. ધારાસભ્યોએ કરેલી રજુઆતોમાં ઝાલોદ તાલુકામાં સરકીટ હાઉસ, એજન્સીઓ દ્રારા લધુત્તમ વેતનધારાઓનું થતું ઉલ્લધન, તાલુકાની પાણીની સમસ્યાઓ, ધારાસભ્યોની અરજીઓનો ઝડપી નિકાલ, શાળાઓના જર્જરિત ઓરડાઓ સહિતના પ્રશ્નોની નિરાકરણ લાવવા રજુઆત કરાઈ હતી.
જે તે વિભાગના અધિકારીઓએ કલેક્ટરની હાજરીમાં ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કલેક્ટરેે ધારાસભ્યોની રજૂઆતોનું સંતોષકારક નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા. ધારાસભ્યોના પ્રશ્નો બાદ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના દરેક વિભાગોની બજેટમાં મંજુર થયેલ રકમ, કરેલા કામો, પ્રગતિમાં હોય તેવા કામો અને બાકી કામો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વનમહોત્સવ, યોગ દિવસની કામગીરીની પ્રગતિ વિશે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, આસીસ્ટન્ટ કલેકટર અને પ્રાન્ત અધિકારી તેજશ પરમાર, તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહયા હતા.