ETV Bharat / state

દાહોદ: મહેસૂલી ક્રાંતિ વિવિધ સેવાની 270 ઓનલાઇન અરજીઓમાંથી 108 મંજૂર કરાઇ

દાહોદ: ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન (IORA)ને અરજી કરવામાં સરળતા અને પારદર્શિતા લાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. અરજદારો માટે અરજી કરવાનું વધુ સરળ બન્યું છે. નવી શરત ગણોત ધારા હેઠળની પ્રિમિયમ પાત્ર જમીન જૂની શરતમાં ફેરવવા, બિન ખેતી હેતુફેર, બિન ખેતી ઓનલાઇન કાર્યવાહીમાં દાહોદ જિલ્લો ગુજરાતભરમાં અગ્રેસર છે.

dahod news
દાહોદમાં મહેસુલી ક્રાંતિ
author img

By

Published : Dec 31, 2019, 10:05 AM IST

દાહોદ જિલ્લામાં મહેસૂલને લગતી વિવિધ સેવા માટે અત્યાર સુધીમાં 270 અરજીઓ મળી છે. જે પૈકી 108 અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે. મહેસૂલી તંત્રની વિવિધ સેવાઓને ઓનલાઇન કરી તેમાં સરળતા અને પારદર્શિતા લાવવા માટે શરૂ કરવામાં આવેલી ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન (IORA)ને પરિણામે અરજદારો માટે સરળ રાહનું નિર્માણ થયું છે.

દાહોદ જિલ્લા મહેસુલ તંત્રનો વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો સંકલ્પ

દાહોદ જિલ્લામાં મહેસૂલને લગતી વિવિધ સેવા માટે અત્યાર સુધીમાં 270 અરજીઓ કરાઈ હતી. જે સંદર્ભે અધિક કલેક્ટર એમ. જે. દવેએ જણાવ્યું કે, ગણોત ધારાની કલમ 43 મુજબ પ્રિમિયર ભરવાની મંજૂરી માટે કુલ 24 અરજીઓ ઓનલાઇન મળી હતી. જેમાં 21 અરજીઓનો સ્વીકાર કરાયો છે. 8 અરજીઓના હુકમ પણ જનરેટ કરી દેવામાં આવ્યા હતા. ગણોત ધારા હેઠળ મળેલી જમીનને જૂની શરતમાં ફેરવવા માટે આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.

એ જ પ્રકારે નવી અને અવિભાજ્ય શરતની જમીન માટે બિન ખેતીના હેતુ માટે પ્રિમિયર ભરવાની મંજૂરી મેળવવા માટે 35 અરજીઓ મળી હતી. એના પર થયેલી ઓનલાઇન કાર્યવાહી બાદ 18 અરજીઓના હુકમ આપી દેવામાં આવ્યા હતા. ખેતીના હેતુ માટે જૂની શરતમાં જમીન પ્રિમિયમ ભરવા માટે આ કાર્યવાહી કરવામાં આવે છે.

કોઇ કંપની કે, પેઢી ખેતીની જમીન ખરીદી કરી તેને બિન ખેતીમાં રૂપાતરણ કરવા માટે ગણોત ધારાની કલમ 63(એ) હેઠળ પ્રમાણિક ઔદ્યોગિક હેતુથી અરજી કરે છે. આવી કુલ 1 અરજી મળી હતી. જે કાર્યવાહી હેઠળ છે.

દાહોદ જિલ્લામાં જમીન મહેસુલ અધિનિયમની કલમ 65 મુજબ બિન ખેતી કરવા માટે કુલ 184 અરજીઓ IORAમાં મળી હતી. જે પૈકી 155 અરજીઓને ઓનલાઇન સ્વીકૃતિ મળી હતી. 27 અરજીઓ રિજેક્ટ થઇ હતી. 76 અરજીઓને બિન ખેતી માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે 70 કેસમાં બિન ખેતીના હુકમ જનરેટ કરી દેવામાં આવ્યા હતા.

ઉક્ત અધિનિયમની કલમ 65(અ) મુજબ બિનખેતીના હેતુ ફેર માટે 10 અરજીઓ પ્રાપ્ત થઇ હતી. એમાં પાંચ અરજીઓને સ્વીકૃતિ મળી હતી. એક અરજી માટે હુકમ આપી દેવામાં આવ્યા છે. જે હેતુ માટે બિન ખેતી કરાવી હોય એ બાદમાં તેનો હેતુ ફેર કરાવવા માટે આવી અરજી કરવામાં આવે છે. અહીં મોટા ભાગે રહેણાંક હેતુંમાંથી વાણિજ્ય કે, ઔદ્યોગિક હેતુમાં ફેરવવા અરજી કરવામાં આવે છે. જો કે, હવે રાજ્ય સરકાર દ્વારા બહુહેતુક બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે. બિનખેતી શરત ભંગના કિસ્સામાં પણ ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવે છે. ઉક્ત તમામ કાર્યવાહી મુખ્યત્વે જિલ્લા મહેસુલ તંત્ર દ્વારા કરવામાં આવે છે. હવે, આ કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવતા અરજદારો માટે પણ સરળતા ઉભી થઇ છે.

ઓનલાઇન કરવામાં આવેલી અરજીની રાજ્ય કક્ષાએ સ્ક્રુટિની કરવામાં આવે છે. આ માટે મહેસુલ વિભાગ દ્વારા આઠ PSO એટલે કે, પ્રિ-સ્ક્રુટિની ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. અરજીઓ રિજેક્ટ થવાના મુખ્ય કારણોમાં સોગંધનામા અધુરા હોવા, તેમાં પુરતી સહિ ન હોવી, કબ્જેદારની સહી ન હોવી જેવા મુખ્ય છે. જ્યારે, અરજીઓ દફતરે કરવા પાછળ જમીનનું ટાઇટર ક્લીયર ન હોવું, વારસાઇની નોંધ ન થઇ હોય, તમામ ખેડૂત ખાતેદારની સહી ન હોવી જેવા કારણો મુખ્ય છે.

ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન(IORA) હેઠળ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 270 અરજીઓ પૈકી 40 અરજીઓ PSO દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી છે. બાકી રહેલી 230 નિકાલ કરવા પાત્ર બનતી હતી. તેમાંથી 108 અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી. 95 અરજીઓ દફતરે કરવામાં આવી હતી. જેમાથી 27 અરજીઓ કાર્યવાહી હેઠળ છે.

મહેસૂલ વિભાગે એક લોકહિત નિર્ણય લીધો છે. એ મુજબ પ્રિમિયમ પાત્ર જમીનને પ્રિમિયર ભરવા અને તે બાદ બિન ખેતીમાં પરિવર્તિત કરવા માટે અલગ અલગ અરજી કરવાને બદલે હવે બન્ને અરજીઓ એક સાથે કરી શકાય છે. એથી અરજદારોનો સમય પણ બચશે. આવી બે અરજીઓ ઓનલાઇન થઇ છે. આ ઉપરાંત, વારસાઇની અરજીઓ પણ ઓનલાઇન કરી શકાય છે.

સરકારે જનતા માટે આ સુવીધાસભર વ્યવસ્થા ઉભી કરી છે. વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો સંકલ્પ દાહોદ જિલ્લા મહેસૂલ તંત્ર સાકાર કરી રહ્યું છે.

Intro:દાહોદ જિલ્લામાં મહેસુલી ક્રાંતિ – વિવિધ સેવાની ૨૭૦ અરજીઓ ઓનલાઇન, ૧૦૮ મંજૂર

સરળીકરણ અને પારદર્શક્તા માટે શરૂ કરવામાં આવેલી ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન (IORA)ને પરિણામે અરજદારો માટે સરળ રાહનું નિર્માણ

નવી શરત ગણોત ધારા હેઠળની પ્રિમિયમ પાત્ર જમીન જૂની શરતમાં ફેરવવા, બિન ખેતી હેતુફેર, બિન ખેતી ઓનલાઇન કાર્યવાહીમાં દાહોદ અગ્રેસર

. દાહોદ જિલ્લામાં મહેસુલને લગતી વિવિધ સેવા માટે અત્યાર સુધીમાં ૨૭૦ અરજીઓ મળી છે. જે પૈકી ૧૦૮ અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છેમહેસુલી તંત્રની વિવિધ સેવાઓને ઓનલાઇન કરી તેમાં સરળીકરણ અને પારદર્શક્તા લાવવા માટે શરૂ કરવામાં આવેલી ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન (IORA)ને પરિણામે અરજદારો માટે સરળ રાહનું નિર્માણ થયું છેBody:દાહોદ જિલ્લામાં મહેસુલને લગતી વિવિધ સેવા માટે અત્યાર સુધીમાં ૨૭૦ અરજીઓ થવા સંદર્ભે અધિક કલેક્ટર એમ. જે. દવેએ જણાવ્યું કે, ગણોત ધારાની કલમ ૪૩ મુજબ પ્રિમિયર ભરવાની મંજૂરી માટે કુલ ૨૪ અરજીઓ ઓનલાઇન મળી હતી. જેમાં ૨૧ અરજીઓને સ્વીકૃતિ મળી હતી અને ૮ અરજીઓના હુકમ પણ જનરેટ કરી દેવામાં આવ્યા હતા. ગણોત ધારા હેઠળ મળેલી જમીનને જૂની શરતમાં ફેરવવા માટે આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
         એ જ પ્રકારે નવી અને અવિભાજ્ય શરતની જમીન માટે બિન ખેતીના હેતુ માટે પ્રિમિયર ભરવાની મંજૂરી મેળવવા માટે ૩૫ અરજીઓ મળી હતી. એના પર થયેલી ઓનલાઇન કાર્યવાહી બાદ ૧૪ અરજીઓના હુકમ આપી દેવામાં આવ્યા હતા. ખેતીના હેતુ માટે જૂની શરતમાં જમીન પ્રિમિયમ ભરવા માટે આ કાર્યવાહી કરવામાં આવે છે.
         કોઇ કંપની કે પેઢી ખેતીની જમીન ખરીદી કરી તેને બિન ખેતીમાં પરિવર્તિત કરવા માટે ગણોત ધારાની કલમ ૬૩એએ હેઠળ પ્રમાણિક ઔદ્યોગિક હેતુથી અરજી કરે છે. આવી કુલ ૧ અરજી મળી હતી. જે કાર્યવાહી હેઠળ છે.
         દાહોદ જિલ્લામાં જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬૫ મુજબ બિન ખેતી કરવા માટે કુલ ૧૮૪ અરજીઓ આઇઓઆરએમાં મળી હતી. તે પૈકી ૧૫૫ અરજીઓને ઓનલાઇન સ્વીકૃતિ મળી હતી. ૨૭ અરજીઓ રિજેક્ટ થઇ હતી. ૭૬ અરજીઓને બિન ખેતી માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, ૭૦ કેસમાં બિન ખેતીના હુકમ જનરેટ કરી દેવામાં આવ્યા હતા.
         ઉક્ત અધિનિયમની કલમ ૬૫(અ) મુજબ બિનખેતીના હેતુ ફેર માટે ૧૦ અરજીઓ પ્રાપ્ત થઇ હતી. એમાં પાંચ અરજીઓને સ્વીકૃતિ મળી હતી. એક અરજી માટે હુકમ આપી દેવામાં આવ્યા છે. જે હેતુ માટે બિન ખેતી કરાવી હોય એ બાદમાં તેનો હેતુ ફેર કરાવવા માટે આવી અરજી કરવામાં આવે છે. અહીં મોટા ભાગે રહેણાંક હેતુંમાંથી વાણિજ્ય કે ઔદ્યોગિક હેતુમાં ફેરવવા અરજી કરવામાં આવે છે. જો કે, હવે રાજ્ય સરકાર દ્વારા બહુહેતુક બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે. બિનખેતી શરત ભંગના કિસ્સામાં પણ ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવે છે. ઉક્ત તમામ કાર્યવાહી મુખ્યત્વે જિલ્લા મહેસુલ તંત્ર દ્વારા કરવામાં આવે છે. હવે, આ કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવતા અરજદારો માટે પણ સરળતા ઉભી થઇ છે.
         ઓનલાઇન કરવામાં આવેલી અરજીની રાજ્ય કક્ષાએ સ્ક્રુટિની કરવામાં આવે છે. આ માટે મહેસુલ વિભાગ દ્વારા આઠ પીએસઓ એટલે કે પ્રિ-સ્ક્રુટિની ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. અરજીઓ રિજેક્ટ થવાના મુખ્ય કારણોમાં સોગંધનામા અધુરા હોવા, તેમાં સહિના હોવી, કબ્જેદારની સહીના હોવા જેવા મુખ્ય છે. જ્યારે, અરજીઓ દફતરે કરવા પાછળ જમીનનું ટાઇટર ક્લીયર ના હોવું, વારસાઇની નોંધ ના થઇ હોય, તમામ ખેડૂત ખાતેદારની સહીના હોવી જેવા કારણો મુખ્ય છે.
         ઇન્ટિગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન (IORA) હેઠળ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૭૦ અરજીઓ પૈકી ૪૦ અરજીઓ પીએસઓ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી છે. બાકી રહેલી ૨૩૦ નિકાલ કરવા પાત્ર બનતી હતી. તેમાંથી ૧૦૮ અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી. ૯૫ અરજીઓ દફતરે કરવામાં આવી હતી. ૨૭ અરજીઓ કાર્યવાહી હેઠળ છે.
         મહેસુલ વિભાગે એક લોકહિત નિર્ણય લીધો છે. એ મુજબ પ્રિમિયમ પાત્ર જમીનને પ્રિમિયર ભરવા અને તે બાદ બિન ખેતીમાં પરિવર્તિત કરવા માટે અલગ અલગ અરજી કરવાને બદલે હવે બન્ને અરજીઓ એક સાથે કરી શકાય છે. એથી અરજદારોનો સમય પણ બચશે. આવી બે અરજીઓ ઓનલાઇન થઇ છે. આ ઉપરાંત, વારસાઇની અરજીઓ પણ ઓનલાઇન કરી શકાય છે.
         આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો સંકલ્પ દાહોદ જિલ્લા મહેસુલ તંત્ર સાકાર કરી રહ્યું છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.