દાહોદ: તેલંગણાના સાયબરાબાદ જિલ્લાના મિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરીમાં આશરે 30થી 40 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. આ ઘટનાના સીસીટીવી ફુટેજના આધારે તેમજ અન્ય સોર્સના માધ્યમથી ચોરીના આરોપીઓ દાહોદ જિલ્લા બાજુનાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે ચોરીને અંજામ આપનાર મુકેશભાઈ મિનામાને તેના રહેણાંક વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી મુકેશ પાસેથી રૂપિયા ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
તેલંગણામાં ચોરીનો આરોપી દાહોદથી ઝડપાયો: સામે આવેલી માહિતી મુજબ તેલંગણાના સાયબરાબાદ જિલ્લાના મિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30થી 40 લાખની ઘરફોડ ચોરી થઈ હતી. તેલંગણા પોલીસને ટેકનીકલ અને CCTVથી આરોપીઓ ગુજરાત તથા મધ્યપ્રદેશ બાજુના હોવાની માહિતી મળી હતી. જે મામલે તેલંગણા પોલીસે દાહોદ પોલીસનો સંપર્ક કરીને દાહોદ પોલીસને ઘરફોડ ચોરીના CCTV બતાવતા દાહોદ પોલીસને સ્થાનિક દાહોદ વિસ્તારનો જણાઈ આવ્યો હતો. દાહોદ પોલીસને પોતાના હ્યુમન સોર્સથી બાતમી મળી હતી કે CCTVમાં કેદ શખ્શ મુકેશભાઈ ભારૂભાઈ મિનામા છે. જેના આધારે દાહોદ પોલીસે આરોપીને તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
દાહોદ ઇન્ચાર્જ ડી એસપી કે સિદ્ધાર્થે જણાવ્યું કે,
દાહોદ એસીબી પોલીસને હેદરાબાદમાં 30થી 40 લાખની ચોરી વિશે માહિતી મળી હતી. અમારા હ્યુમન સોર્સ દ્વારા અમને આરોપી વિશે માહિતી મળી અને તેને જેસાવાડા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યો. તેની પાસેથી ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. ચોરીમાં ચાર લોકો સામેલ હતા. જેમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. બીજા બે આરોપી પર પોલીસની નજર છે.