દાહોદઃ કોરોના વાઇરસને વકરતો અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કરતા રોજિંદી કમાણી કરી ગુજરાન ચલાવતા શ્રમિકો અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને કામ નહીં મળવાના કારણે હાલત કફોડી બની છે. ત્યારે નિરાધાર લોકો માટે સેવાભાવી સંસ્થાઓ સાથે દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જ્યુડિશિયલ અધિકારીઓ પણ સેવામાં જોડાયા હતા.
જિલ્લા કોર્ટના ન્યાયાધીશ દ્વારા રાશન કીટ બનાવીને શહેરની રેલવે કોલોનીમાં આવેલ રેલવે ફાટક પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઇને મુખ્ય ન્યાયાધીશ સહિત જજ દ્વારા કીટનું ગરીબોને વિતરણ કરવામાં આવી હતી અને સેવાની મહેક વરસાવી હતી આ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી છે.