ETV Bharat / state

દાહોદના હાથીધરામાં જિલ્લાકક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ, ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

દાહોદ : જિલ્લામાં 73માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી લીમખેડા તાલુકાના હાથીધરા ગામમાં કરવામાં આવી હતી. ગૃહરાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.દેશભક્તિના રંગે રગાયેલા વાતાવરણમાં નાગરિકોએ પૂરા ઉમંગ ઉત્સાહથી ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

author img

By

Published : Aug 16, 2019, 3:53 AM IST

Updated : Aug 16, 2019, 6:23 AM IST

etv bharat dhahod

લીમખેડાના હાથીધરા ગામમાં ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે શ્રી ગોવિંદ ગુરુ, બિરસા મુંડા જેવા વીર આદિવાસીઓના શહાદતને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, પોતાના સાર્વભૌમત્વ અને દેશની રક્ષા માટે નામી અનામી આદિવાસીઓએ બલિદાન આપ્યા છે. આજે ગુજરાતે સફળતાના સોનેરી શીખરો સર કર્યા છે. તેના પાયામાં આવા વીર યુવાનોનું યોગદાન રહેલું છે.

વડાપ્રધાન મોદીએ લીધેલા કલમ 370 નાબુદીના નિર્ણયને ઐતિહાસીક ગણાવ્યો હતો. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની ટીમ ગુજરાતને બિરદાવતા જણાવ્યું હતું કે, તેમણે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતનો વિકાસપથ કંડાર્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે 600 જેટલા જનહિતલક્ષી નિર્ણયો લીધા છે.

સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, મા અમૃત્તમ, મા વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓની સફળતાઓ વિશે વાત કરી હતી.રાજયમાં કાયદો અને વ્યવસ્થા વિશે વાત કરતા જણાવ્યું હતું કે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સરકારે કડક કાયદાઓ અમલમાં મૂકયા છે. રાજયના તમામ શહેરોને CCTV કેમેરા નેટવર્કથી સાંકળી લેવા સેફ એન્ડ સીકયોર ગુજરાત યોજના હેઠળ રૂ. 330 કરોડ જેટલી રકમ ફાળવી છે. પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કર્યુ છે. એ જ રીતે ન્યાયતંત્રને વધુ સબળ બનાવવા નવી કોર્ટો, મહેકમ સહિતના કામોને મંજુરી આપી છે.

દાહોદના હાથીધરામાં જિલ્લાકક્ષાના સ્વંતત્ર દિનની ઉજવણી કરાઈ

જિલ્લાના શૈક્ષણિક જગતના તેજસ્વી તારલાઓ, રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળવનાર જિલ્લાના રમતવીરો, ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓનું તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને ગૃહ પ્રધાન પદીપસિંહ જાડેજાને હસ્તે પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયશર, નિવાસી અધિક કલેકટર એમ.જે. દવે, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ, નાગરિકો-બાળકો-વિદ્યાથીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Intro:લીમખેડા તાલુકાના હાથીધરા ગામે જિલ્લા કક્ષાની ઉજવણીમાં ત્રિરંગો લહેરાવતા ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા

દાહોદ, દાહોદ જિલ્લામાં ૭૩માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી લીમખેડા તાલુકાના હાથીધરા ગામે ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. દેશભક્તિના રંગે રગાયેલા વાતાવરણમાં નાગરિકોએ પૂરા ઉમંગ ઉત્સાહથી ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
         Body:લીમખેડાના હાથીધરા ગામે ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ, બિરસા મુંડા જેવા વીર આદિવાસીઓના શહાદતને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે પોતાના સાર્વભૌમત્વ અને દેશની રક્ષા માટે નામી અનામી ઘણા આદિવાસીઓએ બલિદાન આપ્યા છે. આજે ગુજરાતે સફળતાના સોનેરી શીખરો સર કર્યા છે તેના પાયામાં આવા વીર યુવાનોનું યોગદાન રહેલું છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણની આહુતિ આપનારા અનેક નામી અનામી શહીદોને યાદ કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દભાઇ મોદીએ લીધેલા કલમ ૩૭૦ નાબુદીના નિર્ણયને ઐતિહાસીક ગણાવ્યો હતો. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની ટીમ ગુજરાતને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતનો વિકાસપથ કંડાર્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે ૬૦૦ જેટલા જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. રાજયની વિકાસની પ્રતીતિ જનસામાન્ય કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સરકાર ખેડૂતોની સરકાર છે. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ૨૯ લાખ ખેડૂતોને લાભ મળી રહયો છે. રાજયના ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ આપવાનો ક્રાંતિકારી નિર્ણય સરકારે લીધો છે. સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, મા અમૃત્તમ, મા વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓની સફળતાઓ વિશે વાત કરી હતી.
રાજયમાં કાયદો અને વ્યવસ્થા વિશે વાત કરતા જણાવ્યું હતું કે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સરકારે કડક કાયદાઓ અમલમાં મૂકયા છે. રાજયના તમામ શહેરોને સી.સી.ટી.વી. કેમેરા નેટવર્કથી સાંકળી લેવા સેફ એન્ડ સીકયોર ગુજરાત યોજના હેઠળ રૂ. ૩૩૦ કરોડ જેટલી રકમ ફાળવી છે. પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કર્યુ છે. એ જ રીતે ન્યાયતંત્રને વધુ સબળ બનાવવા નવી કોર્ટો, મહેકમ સહિતના કામોને મંજુરી આપી છે.
         આ પ્રસંગે શાળા કોલેજના વિધાર્થીઓએ દેશભકિત સાથે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્યાર બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાના વરદ્ હસ્તે પર્વની ઉજવણીને અનુલક્ષીને રાજય સરકાર વતી લીમખેડા તાલુકાના વિકાસ માટે કલેકટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલને રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
         જિલ્લાના શૈક્ષણિક જગતના તેજસ્વી તારલાઓ, રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળવનાર જિલ્લાના રમતવીરો, ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓનું તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને ગૃહ પ્રધાન પદીપસિંહ જાડેજાને હસ્તે પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

         જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયશર, નિવાસી અધિક કલેકટર એમ.જે. દવે, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ, નાગરિકો-બાળકો-વિધાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ઝરમર વરસતા વરસાદમાં પણ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Conclusion:
Last Updated : Aug 16, 2019, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.