દાહોદઃ જિલ્લામાં મંગળવારે એક સાથે કોરોનાના 19 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સહિત કુલ 19 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે.
દાહોદ કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 170
- કુલ સક્રિય કેસ - 102
- કુલ ડિસ્ચાર્જ - 62
- કુલ મૃત્યુ - 9
આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલેલા 168 કોરનાના સેમ્પલોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ પોઝિટિવ દર્દીઓ પૈકી એક દાહોદના ખ્યાતનામ ડૉક્ટરનો સમાવેશ થાય છે.
ઉલ્લખનીય છે કે, દાહોદમાં અત્યાર સુધી કુલ 170 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 102 લોકો હાલ સારવાર હેઠળ છે, તો અત્યાર સુધીમાં કુલ 9 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દાહોદ જિલ્લામાં કુલ 62 લોકોએ કોરોનાને માત આપી સારવાર બાદ સ્વસ્થ થયા છે.