ETV Bharat / state

દાહોદ કલેક્ટરનું સામાજિક અગ્રણીઓને આહ્વાન, કહ્યું- નિયંત્રિત વિસ્તારોમાં રોકો કોરોના સંક્રમણ

દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ આહ્વાન કરતા જણાવ્યું કે, કોરોના વાઇરસના કેસ મળ્યા બાદ જાહેર કરવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે જે તે વિસ્તારોના અગ્રણીઓ આગેવાન લે તે જરૂરી છે. આગેવાનો પોતાના વિસ્તારમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવા, કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવા ઉપરાંત આરોગ્યની દરકાર રાખવા સમજાવે.

ETV BHARAT
દાહોદ કલેક્ટરે નિયંત્રિત વિસ્તારોમાંથી કોરોના સંક્રમણને રોકવા સામાજિક અગ્રણીઓને આહ્વાન કર્યું
author img

By

Published : Aug 22, 2020, 12:23 AM IST

Updated : Aug 22, 2020, 5:35 AM IST

દાહોદઃ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આહ્વાન કરતા જણાવ્યું કે, કોરોના વાઇરસના કેસ મળ્યા બાદ જાહેર કરવામાં આવેલા કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે જે તે વિસ્તારોના અગ્રણીઓ આગેવાન લે તે જરૂરી છે. આગેવાનો પોતાના વિસ્તારમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવા, કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવા ઉપરાંત આરોગ્યની દરકાર રાખવા સમજાવે.

દાહોદ જિલ્લામાં આવેલા કન્ટેઇન્મેન્ટ ઝોન અંગે જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને બાબત આવી છે કે, તે વિસ્તારોમાં લોકોની અવરજવર ચાલુ રહે છે. નિયંત્રિત વિસ્તારમાં રહેતા લોકો પણ પોતાની ઘરની બહાર નીકળે છે. તેના કારણે કોરોના વાઇરસ વધુ ફેલાવાની શક્યતા રહે છે. જેથી દાહોદમાં કોરોના વાઇરસને કાબૂમાં લાવવા માટે કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું પાલન કરવું જ પડશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકો અવરજવર ના કરે તેની તકેદારી લેવી પડશે.

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મારફતે સઘન હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ વિસ્તારના લોકો કોઇ જ ચિંતા કર્યા વિના પોતાના આરોગ્યની તપાસ કરાવે તે આવશ્યક છે.

શરદી, ખાંસી કે તાવ આવવાના કિસ્સામાં નાગરિકો કોઇ હિચકિચાટ રાખ્યા વિના પોતાનું તબીબી પરીક્ષણ કરાવે. કોરોના વાઇરસના શરૂઆતી તબક્કામાં જ પરીક્ષણ કરી તેનો સમયસર ઉપચાર કરવામાં આવે તો દર્દી જલ્દી સ્વસ્થ થઇ શકે છે.

Last Updated : Aug 22, 2020, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.