સેલવાસઃ લોકડાઉનના કારણે તમામ વાહનવ્યવહાર બંધ છે. ત્યારે, કેટલીક કંપનીઓમાં સરકારના નિયમો મુજબ કામકાજ ચાલુ હોય એ માટે બહારથી આવતી જતી ગાડીઓને ગુરુવારે સુરંગી ગામના લોકોએ એકઠા થઇ અટકાવી દેવામાં આવી હતી. આ અંગે સેલવાસ આરડીસી અપૂર્વ શર્માને જાણ થતા તેઓ એમની ટીમ અને પોલીસની ટીમને લઈને ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોને સમજાવી ગાડીઓને રવાના કરવામાં આવી હતી. આ સમયે ગ્રામજનોએ પ્રશાસન અને પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને શાંતીથી સાંભળી પ્રશાસન અને પોલીસે લોકોને સમજાવ્યા હતા. જે બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
કોરોનાના કહેર વચ્ચે ગ્રામજનોએ કંપનીના વાહનો અટકાવ્યા, વહીવટીતંત્રએ દરમિયાનગીરી કરી લોકોને સમજાવ્યા - latest news of Dadra Nagar Havel
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં હાલમાં લોકડાઉનની સ્થિતિમાં કેટલીક કંપનીઓ ચાલુ રાખવા માટેની પરવાનગી આપવામાં આવી છે. જેમાં આવતા વાહનોને સુરંગી ગામના લોકોએ આલોક માસ્ટર કંપની પાસે ભેગા થઈ અટકાવી દેતા પોલીસ અને પ્રશાસને લોકોને સમજાવી વાહનો રવાના કરાવ્યા હતાં.
![કોરોનાના કહેર વચ્ચે ગ્રામજનોએ કંપનીના વાહનો અટકાવ્યા, વહીવટીતંત્રએ દરમિયાનગીરી કરી લોકોને સમજાવ્યા Dadra Nagar Havel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6826171-647-6826171-1587107531172.jpg?imwidth=3840)