દાહોદ : જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1455 ને પાર થઇ ગયો છે. તો આ સાથે 18 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે બાદ એક્ટીવ કેસ 185 થઇ ગયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા 2281 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલો લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 17 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
રેપીટ ટેસ્ટ પૈકી 11 પોઝિટિવ તેમજ 260 RTPCR ટેસ્ટ પૈકી 6 મળી કુલ 17 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 11 દાહોદ, 1 લીમખેડા, 3 ઝાલોદ,1 દેવગઢ બારીઆ, 1 ગરબાડા દર્દીઓનો સમાવેશ થાય છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 64 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.