દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અંતેલામાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા મુકામે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ સરકાર,પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે પાંચમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો દીપ પ્રગટાવીને રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સેવા સેતુનો આ કાર્યક્રમ સામાન્ય નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગયો છે.
તેમણે આગળ જણાવ્યું કે,સામાન્ય કામો માટે ગરીબ અરજદારોને વચેટીયાઓનો સહારો લેવો પડતો હતો. તેની સામે રાજ્ય સરકારે અરજદારોને સરકારી કચેરીઓ ના આવવું પડે અને સરકારી તંત્ર અરજદારના સુધી જાય એવી વ્યવસ્થા સેવા સેતુ કાર્યક્રમથી વિકસાવી છે.
દાહોદ જિલ્લામાં ખેડૂતો સારી રીતે કૃષિ પાક લઈ શકે એક વર્ષમાં ચાર મોસમનો પાક લઈ શકે એ માટે સિંચાઇ પાણી આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.પશુપાલન અને ડેરીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારમાં ૯૦,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.પીવાના પાણી, શિક્ષણ અને આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવામાં આવી છે.
સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશ પારગી દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર પૂર્વ ધારાસભ્ય તુષાર બાબા કલેકટર વિજય ખરાડી, રેન્જ આઇજી,જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.