દાહોદમાં સંજેલી નગરમાં આવેલ ખાણી પીણીની ચીજ વસતુઓનો વેપાર કરનાર દુકાનો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વાર તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસમા ઠંડા પીણાની દુકાનદારોને ત્યાં એક્સપાયર ડેટ વાળી બોટલો તેમજ અન્ય કોઇ વસ્તુઓ છે કે, નહી તે તપાસ કરવામાં આવ્યું હતું. હોટલોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોટલોમાં નાસ્તાની વસ્તુઓ તેમજ તેલના નમૂનાઓ લઈ તપાસ કરવામા આવી હતી.
તેમજ અન્ય કરિયાણાની દુકાનોને પણ તપાસ કરવામાં આવી હતી. અને દુકાનદારો પાસેથી લાયસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતું. દુકાનદારોને લોકોના આરોગ્યલક્ષી બાબતોને ધ્યાનમા રાખી ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરવામાં સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું, ખરાબ કે તારીખ વિતી ગયેલી કોઇ પણ વસ્તુઓનું વેચાણ ન કરવું તે બાબતનુ ખાસ ધ્યાન રાખવા માટેની સૂચના અપી હતી. અને જો કોઇ દુકાનદાર લાપરવાહી કરતા જણાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાટેની જાણકારી આપવામા આવી હતી.