ETV Bharat / state

દેવગઢ બારીયાના ડાગરીયા ગામે 3 યુવકોના મૃતદેહ મળ્યા, પાલીસે તપાસ શરુ કરી - dahod crime

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામે ખેતરમાંથી 3 યુવકોના મૃતદેહ મળી આવતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી ગઈ છે. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા....? જે અંગે પાલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. ત્યારે ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. 3 મૃતદેહોને પોસ્ટમાટમ માટે મોકલવામાં આવ્યા છે.

દેવગઠબારીયાના ડાગરીયા ગામે 3 યુવકોના મૃતદેહ મળ્યા, પાલીસે તપાસ શરુ કરી

author img

By

Published : Aug 13, 2021, 5:42 PM IST

Updated : Aug 13, 2021, 6:02 PM IST

  • ડાંગરીયા ગામે ખેતરમાંથી 3 યુવકોના મૃતદેહ મળતા ચકચાર
  • વહેલી સવારે મૃતદેહોને જોઈ ગ્રામજનોમાં અરેરાટી
  • મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો

દાહોદ: જિલ્લાના ડાંગરીયા ગામે એક વૃક્ષની નજીકમાંથી એક સાથે 3 યુવકોના મૃતદેહો મળી આવ્યાં છે. વહેલી સવારે મૃતદેહોને જોઈ પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.

દેવગઠબારીયાના ડાગરીયા ગામે 3 યુવકોના મૃતદેહ મળ્યા, પાલીસે તપાસ શરુ કરી

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજો લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે.

યુવકોની આત્મહત્યા કે પછી હત્યા...
આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્‌ભવવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યો છે.

મૃતકોની ઓળખ આ મુજબ થઈ

દેવગઢ બારિયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેતા 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જેની ઓળખ કરી પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસનો દોર શરુ કર્યો છે.

(1) ઈશુબ અયુબ કમાલ શુક્લા (કાપડી,ફાટક ફળિયા, ઉંમર 21)

(2) અકબર સતાર પટેલ (પટેલ ફળિયુ, ઉંમર 25)

(3) સમીર યાકુબ જેથરા (ઉંમર 21,પીંજારા ફળિયુ)

આ પણ વાંચો: જામિયા કબ્રસ્તાનમાં Photo Journalist Danish Siddiquiનો મૃતદેહ સુપુર્દ-એ-ખાક

Last Updated : Aug 13, 2021, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.