ગુજરાત હવામાન વિભાગ દ્વારા 29 અને 30 જુલાઈના રોજ દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પણ કરવામાં આવ્યું છે. આગાહીને પગલે બે દિવસથી હવામાનમાં પલટો અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે કુદરતી આપત્તી ઉભી થવાની શક્યતાને લીધે NDRF ના 25 સભ્યો દાહોદમાં તૈનાત કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઇ વિભાગ દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. તેમ જ સરકારી કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ ફરમાવામાં આવ્યો છે.