દાહોદ: દાહોદ શહેરના સ્ટેશન વિસ્તારમાં સોપારી અને તમાકુના વેપારીની દુકાન શિવ સોપારી તેમજ દાહોદની રતલામી સેવ ભંડાર આ બંને દુકાનોને નગરપાલિકા ટીમ દ્વારા પોલીસની ઉપસ્થિતિમાં સીલ મારી દેવાયું છે. આ બંને દુકાનોના માલિકો નિયંત્રિત વિસ્તારના રહીશો હોવા છતાં તેમણે તેમની દુકાનો ખુલ્લી રાખી હતી.

આ દુકાનદારોએ ગુજરાત સરકારના અને દાહોદ જિલ્લાના કલેક્ટર જાહેરનામાનો ભંગ કર્યો હોવાના કારણે તેમની દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોદી રોડ સ્થિત મોહનલાલ ચક્કીવાલા નામની એક દુકાનને પણ નગરપાલિકાએ સરકારી સીલ સાથે તાળા મારી દીધા છે. અમદાવાદ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સ્ટેશન રોડ વિસ્તાર અને ગોત્રી રોડ વિસ્તારની દુકાન સીલ કરવામાં આવી છે.
