દાહોદ: વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેને લઈ પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનમાં દાહોદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર તેમજ રતલામ વિસ્તારના રેલવે સ્ટેશનોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં કોરોના વાયરસ સામે સાવચેતી અને સલામતીની જાણકારી માટે સેમિનારનું આયોજન કરાયું હતું. ત્યારે વરિષ્ઠ DME કમલસિંહ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રતલામ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ચાર પર આવેલા કાઉન્સેલિંગ હોલમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ બેઠકમાં કોરોના વાયરસના નિવારણ અને સલામતી સંદર્ભની માહિતી કર્મચારીઓને આપવામાં આવી હતી. તેમજ ડેમુ ટ્રેનોની નિષ્ફળતા અને સુધારણા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વેગનમાં ફ્લેટના ટાયરની ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં SSE, CLI.DCWI સહિત રેલ્વે સ્ટેશનો પર ફરજ બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.