દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી સપ્લાય કરવામાં આવી રહી છે.ત્યારે MGVCL દ્વારા જિલ્લાના લોકોને વીજળીનો સમયસર સપ્લાય આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો પૈસા બચાવવા માટે વીજચોરી કરતા હોવાની વીજતંત્રના ધ્યાને આવ્યુ હતુ. જેના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીના સ્ટાફ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવીને દેવગઢ બારિયા તાલુકા પંથકમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
MGVCLની તપાસ ટુકડીઓ દ્વારા 332 વીજ કનેક્શનનો દિવસ દરમિયાન ચેક કરવામાં આવ્યા હતા. આકસ્મિક ચેકીંગ આવતા વીજચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.દિવસ દરમિયાન થયેલી આકસ્મિક ચેકીંગમાં 76 ઈલેક્ટ્રીક સીટીની ચોરી કરનારાઓ ઝડ્પાયા હતા.
આ ઝડ્પાયેલા વીજ ચોરો પાસેMGVCLના અધિકારીઓએ પુરવણી બિલ પેટે 7.49 લાખનું બિલ ફટકારવામાં આવ્યા છે. તેમજ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. વીજળી વિભાગની સધન કામગીરીને પગલે વીજચોરોમાં ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો છે.