ETV Bharat / state

દાહોદ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 246 કેસ એક્ટિવ

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 120 કોરોના સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 114 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 10 કોરોના કેસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં 684 લોકો કોરોનાથી સંક્રમિત છે. જેમાંથી 27 સ્વસ્થ થયા છે તેમજ 246 એક્ટિવ કેસો છે.

author img

By

Published : Aug 6, 2020, 10:58 PM IST

દાહોદ જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 246 એક્ટિવ કેસ

દાહોદ: દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટ કરેલા સેમ્પલોમાં 10 સેમ્પલ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. જેની માહિતી આ મુજબ છે.

76 વર્ષીય કિર્તિકુમાર કેશવલાલ પરમાર, 75 વર્ષીય યુસુફભાઈ મોહમદ હુસૈન કુંદાવાલા, 31 વર્ષીય વિકાસભાઈ પરશોત્તમભાઈ વર્મા, 70 વર્ષીય ફાતેમાબેન યુસુફભાઈ કુંદાવાલા, 23 વર્ષીય ચિરાગ ચમનલાલ ગંગાધરાણાની સહિત દાહોદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે જ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત લોકો આંકડો 684 પર પહોંચ્યો છે. બીજી તરફ ગુરુવારે વધુ 27 લોકો કોરોનામુક્ત થતા હાલ જિલ્લામાં 246 એક્ટિવ કેસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. દાહોદમાં બે દર્દીઓના મોત પણ થયા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.