ETV Bharat / state

દાદરાનગર હવેલીમાં તાવના કારણે ચોવીસ કલાકમાં 2 સગી બહેનોના મોત - આંબોલીમાં બે સગી બહેનોના મોત

દાદરાનગર હવેલી: સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના આંબોલી કરભારીપાડા ખાતે બે બહેનોના તાવ આવ્યા બાદ હોસ્પિટલમાં મોત નીપજતા પરિવારમાં ગમગીનીનું મોજું ફેલાયું છે. જ્યારે 24 કલાકમાં એક જ પરિવારમાં બે અર્થી ઉઠતા પ્રદેશમાં અરેરાટી ફેલાઈ છે.

દાદરા નગર હવેલીમાં તાવના કારણે 2 સગી બહેનોના મોત

author img

By

Published : Dec 4, 2019, 9:16 AM IST

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અંબોલી કરભારીપાડામાં 24 કલાકમાં બે બહેનોના તાવને કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મોટી બહેન એક કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જનું કામ કરતી હતી. તેની સાથે નાની બહેન પણ કામ કરતી હતી અને બહારથી કોલેજના પ્રથમ વર્ષની તૈયારી કરતી હતી.

દાદરા નગર હવેલીમાં તાવના કારણે 2 સગી બહેનોના મોત

ગત 26 નવેમ્બરે બંને બહેનોને તાવ આવ્યો હતો. તબિયત વધુ ખરાબ થતા બંનેને 108માં ખાનવેલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાંથી નાની બહેનને સેલવાસ સિવિલમાં ખસેડાઇ હતી. એ દરમિયાન મોટી બહેનની તબિયત વધુ ખરાબ થતા એને સેલવાસ ખસેડાઇ હતી. ત્યારે દપાડા નજીક રસ્તામાં જ તેનું મોત થયું હતું. જેના બીજા દિવસે એક તરફ મોટી બેનની ચિતા સળગી રહી હતી. ત્યારે સિવિલમાં સારવાર લેતી તેની નાની બહેનનું પણ મોત થયું હતું. અને આંબોલી કરભારીપાડા ખાતે રહેતા ગુલાબ લહનુઘોડીએ પોતાની બે યુવાન દીકરીઓની સ્મશાન યાત્રા એક દિવસમાં બે વાર કાઢવાની નોબત આવતા તેમના પરિવારમાં આક્રંદ છવાયો હતો.

મૃતક બંને બહેનો સિકલસેલ નામની બીમારીનો ભોગ બની હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રદેશના 50 ટકા જેટલા આદિવાસીઓ સિકલસેલની બીમારીથી પીડિત છે. આ બીમારીમાં દર્દીના રક્ત કણ જોડાય જતા હોય છે. જેને લઇ અનેક જીવલેણ તકલીફો ઉભી થાય છે. અંબોલી ખાતે રહેતી બંને બહેનો પણ આજ બીમારીનો ભોગ બની હતી.

દવાખાનામાં બંનેના સૌપ્રથમ ડેંગ્યુના ટેસ્ટ કર્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા. મરણ બાદ પણ લોહીના સેમ્પલ લઈ બીજા અનેક ટેસ્ટ કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, એક સિકલસેલ લોહીની બીમારીથી પીડિત હતી. સિકલસેલ એનિમિયા વારસાગત સમસ્યા છે. આ સમસ્યા રક્તકણમાં રહેલા ખામીયુક્ત હીમોગ્લોબીનના કારણે થાય છે. ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણનો આકાર દાતરડા જેવો થઈ જતો હોવાથી સિકલસેલ કહેવાય છે.

જે વ્યક્તિમાં માતા કે પિતા કોઈ એકમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ વાહક કહેવાય છે. જે વ્યક્તિમાં માતા અને પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ ડિસીઝ કહેવાય છે.

Intro:લોકેશન :- અંબોલી, દાદરા નગર હવેલી

દાદરા નગર હવેલી :- સંઘ પ્રદેશ દાદર નગર હવેલીના અંબોલી કરભારીપાડા ખાતે બે બહેનોના તાવ આવ્યા બાદ  હોસ્પિટલના બિછાને મોત નીપજતા  પરિવારમાં ગમગીનીનું મોજું ફેલાયું છે. જ્યારે 24 કલાકમાં એક જ પરિવારમાં બે અર્થી ઉઠતાં પ્રદેશમાં અરેરાટી ફેલાઈ છે.

Body:સંઘ પ્રદેશ દાનહના અંબોલી કરભારીપાડામાં 24 કલાકમાં બે બહેનો ના તાવને કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મોટી બહેન એક કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જનું કામ કરતી હતી. તેની સાથે નાની બહેન પણ સાથે કામ કરતી હતી અને બહારથી કોલેજના પ્રથમ વર્ષની તૈયારી કરતી હતી. 

ગત 26 નવેમ્બરે બંને બહેનોને તાવ આવ્યો હતો. તબિયત વધુ ખરાબ થતા બંનેને 108માં ખાનવેલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાથી નાની બહેનને સેલવાસ સિવિલમાં ખસેડાઇ હતી. દરમિયાન મોટી બહેનની તબિયત વધુ ખરાબ થતા એને સેલવાસ ખસેડાઇ રહી હતી. ત્યારે દપાડા નજીક રસ્તામાં જ તેનું મોત થયું હતું. જેના બીજા દિવસે એક તરફ મોટી બેનની ચિતા સળગી રહી હતી. ત્યારે સિવિલમાં સારવાર લેતી તેની નાની બહેનનું પણ મોત થયું હતું. અને આંબોલી કરભારીપાડા ખાતે રહેતા ગુલાબ લહનુઘોડીએ પોતાની બે યુવાન દીકરીઓની સ્મશાન યાત્રા એક દિવસમાં બે વાર કાઢવાની નોબત આવતા તેમના પરિવારમાં આક્રંદ છવાયો હતો.

મૃતક બને બહેનો સિકલસેલ નામની બીમારી ભોગ બની હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રદેશના 50 ટકા જેટલા આદિવાસીઓ સિકલસેલની બીમારીથી પીડિત છે. આ બીમારીમાં દર્દીના રક્ત કણ જોડાય જતા હોય છે. જેને લઇ અનેક જીવલેણ તકલીફો ઉભી થાય છે. અંબોલી ખાતે રહેતી બંને બહેનો પણ આજ બીમારીનો ભોગ બની હતી.

દવાખાનામાં બંનેના સૌપ્રથમ ડેંગ્યુના ટેસ્ટ કર્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા. મરણ બાદ પણ લોહીના સેમ્પલ લઈ બીજા અનેક ટેસ્ટ કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે એક સિકલસેલ લોહીની બીમારીથી પીડિત હતી. સિકલસેલ એનિમિયા વારસાગત સમસ્યા છે. આ સમસ્યા રક્તકણમાં રહેલા ખામીયુક્ત હીમોગ્લોબીનના કારણે થાય છે. ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણનો આકાર દાતરડા જેવો થઈ જતો હોવાથી સિકલસેલ કહેવાય છે. 

Conclusion:જે વ્યક્તિમાં માતા કે પિતા કોઈ એકમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ વાહક કહેવાય છે. અને જે વ્યક્તિમાં માતા અને પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ ડિસીઝ કહેવાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.