સેલવાસ : લોકડાઉન અને કોરોના મહામારીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસનની રાહત કામગીરીનો ફુગ્ગો ફૂટી ગયો છે. છેલ્લા 2 દિવસથી સતત હજારો પરપ્રાંતીય કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી તોડફોડ કરી રહ્યા છે. નરોલીના ભિલોસા કંપનીના કર્મચારીઓ બાદ સુરંગી ખાતે આવેલા સનાતન ટેક્સટાઇલ કંપનીના હજારો શ્રમીકોએ બુધવારે રસ્તા પર ઉતરી આવી તોડફોડ કરતા પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યું હતું.
દાદરા નગર હવેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, વતન જવાની જીદ પર હજારો શ્રમિકો રોડ પર - કામદારો
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભિલોસા ઈન્ડસ્ટ્રીઝના શ્રમીકોના હોબાળા અને તોડફોડ બાદ સુરંગી ખાતે આવેલા સનાતન ટેક્સટાઇલના કર્મચારીઓએ પણ તોફાન મચાવી વાહનોને નુકસાન પહોંચાડી રસ્તા પર ઉતરી આવ્યાં હતા. જેને કાબૂમાં કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જો કે શ્રમીકોની એક જ માગ છે કે, અમારે ઘરે જવું છે. અહીં અમારી પાસે કામ નથી.
દાદરા નગર હવેલીમાં સોશિયસ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા