સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરહદ બે પ્રદેશને જોડતી સરહદ છે. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર ગણાય છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને વલસાડની સરહદ પર સૌથી મોટો મધુબન ડેમ આવેલ છે. જેના એક પટ્ટામાં ગુજરાતના ગામ છે. બીજા પટ્ટામાં સંઘપ્રદેશના ગામ છે, ગુજરાતના મધુબન, રાયમલ અને નગર ગામ અહીં વસેલા છે.
કુદરતી સૌંદર્યથી શોભતા વિસ્તારમાં મોટી સંખ્યામાં આસપાસના પ્રવાસીઓ આવે છે, પરંતુ આ વિસ્તાર હજુ સુધી જોઈએ તેવો વિકસિત થયો નથી. ઊંચા વૃક્ષો, ઊંચા પહાડો, સર્પાકાર રસ્તાઓ, રમણીય નદી કાંઠો અને નજીકમાં સંઘપ્રદેશની સરહદ પ્રવાસીઓ માટે અહીં તમામ સુવિધા મળી શકે છે. જે એક પ્રવાસન સ્થળ પર હોવી જોઈએ.
ગુજરાતનો આ વિસ્તાર જો પ્રવાસન્ન ક્ષેત્રે વિકસિત કરવામાં આવે તો એનો ફાયદો સીધો અહીં વસતા અને ખેતી, મચ્છી મારી કરી ગુજરાન ચલાવતા આદિવાસીઓને થશે. તેઓને ઘર આંગણે જ રોજગારી મળી શકે છે.