ETV Bharat / state

લો કરો વાત! સંઘપ્રદેશનું આરોગ્ય વિભાગ વગર સાધનોએ બોર્ડર પર કરે છે કોરોનાનું ચેકિંગ

સમગ્ર દેશમાં કોરોના વાઇરસે કેર વર્તાવ્યો છે, ત્યારે સાવચેતીના પગલાં રૂપે એક મહિના પહેલાથી ધમપછાડા કરતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના આરોગ્ય વિભાગે હવે રહી રહીને બોર્ડર પર ચેકીંગ હાથ ધરવા આરોગ્ય ટીમને ખડકી દીધી છે, પરંતુ વાહનોમાં આવતા મુસાફરોને ચેકીંગ કરવા માટે એક ઇન્ફ્રારેડ ગન પણ નથી.

corona
corona
author img

By

Published : Mar 22, 2020, 9:34 AM IST

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ગુજરાત મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો પ્રદેશ હોય હાલ તેમની તમામ સરહદો પર દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગના ડાયરેકટર વિ. કે. દાસની સૂચનાથી મુસાફરોનું ચેકીંગ હાથ ધરાયું છે. આ ચેકીંગમાં ટીમ દ્વારા વાહનચાલકોને રોકી તેઓ ફોરેન પ્રવાસે ગયા છે કે કેમ? શરદી ખાંસી છે કે કેમ તેવા સવાલો પૂછી કોરોના વાઈરસની જાગૃતિ આપી પ્રદેશમાં એન્ટ્રી અને આઉટ આપી રહ્યા છે.

લો કરો વાત! સંઘપ્રદેશનું આરોગ્ય વિભાગ વગર સાધનોએ બોર્ડર પર કરે છે કોરોનાનું ચેકિંગ
આ તકે આરોગ્ય ટીમની આ કામગીરી અંગે ખુદ વાહનચાલકોમાં સવાલો ઉભા થયાં છે કે શું? તેવું કરવાથી કોઈ કોરોનાનો દર્દી એમ કહેશે કે હા તે ફોરેન વિઝિટ કરી આવ્યો છે અને તેને ખાંસી શરદી છે. જેથી આરોગ્ય વિભાગે સતર્કતા રાખીને તપાસ કરવી જોઈએ. તેમજ દરેક લોકોના શરીરનું તાપમાન ચેક કરી શરીરમાં તાવ છે કે કેમ તે અંગે અન્ય રાજ્યો અને પ્રદેશોની જેમ ઇન્ફ્રારેડ ગન દ્વારા તાપમાન ચેક કરી તે બાદ કોરોના અંગેની સાવચેતીના પગલાની જાણકારી આપી સાવધ રહેવાનું જણાવવું જોઈએ.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે," તેઓ દ્વારા આરોગ્ય વિભાગને ઇન્ફ્રારેડ ગન અંગે સૂચન કર્યું છે. જેથી આવનારા બે ત્રણ દિવસોમાં ઇન્ફ્રારેડ ગન આવશે તો તે બાદ તે રીતે દરેક વાહન ચાલકનાં શરીરનું તાપમાન પણ ચેક કરવામાં આવશે". ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ અંગે પ્રદેશમાં જાગૃતિ આણવાના બણગા ફૂંકતા દાદરાનગર હવેલીના આરોગ્ય વિભાગે એક મહિનો પહેલાથી જ પ્રેસ કોન્ફરન્સો બોલાવી, પરિપત્ર જાહેર કરી, બેનરો લગાવી પોતે કોરોના વાઇરસ સામે સજ્જ હોવાના બણગા ફૂંક્યા હતા, પરંતુ આ માત્ર બણગાં જ હોવાનું હાલ સાબિત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.